For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘોડાપાડના સમૂહલગ્નમાં ઉસ્થિત રહી 42 નવ દંપતિને આર્શિવાદ આપ્યા

ઉમરગામ તાલુકના ઘોડાપાડા ગામે શ્રી સાંસ્કૃતિક વિકાસ મંડળ દ્વારા સર્વજાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જમા 42 નવ દંપતિએ પ્રભૂતામાં પગલા માંડ્યા હતા. નવ પરણિત દંપતિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આશિર્વાદ આપ્યા હતા. અને જણાવ્યુ

|
Google Oneindia Gujarati News

ઉમરગામ તાલુકના ઘોડાપાડા ગામે શ્રી સાંસ્કૃતિક વિકાસ મંડળ દ્વારા સર્વજાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જમા 42 નવ દંપતિએ પ્રભૂતામાં પગલા માંડ્યા હતા. નવ પરણિત દંપતિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આશિર્વાદ આપ્યા હતા. અને જણાવ્યુ હતુ કે,'સમુહલગ્ન બે પરિવારોને નહીં, પરંતુ અનેક પરિવારોને એકસૂત્રથી જોડે છે. રાજ્યમાં આ પ્રકારના સામાજિક ઉત્થાન અને સદ્દભાવના કાર્યક્રમોમાં ગુજરાત સરકાર હંમેશા મદદરૂપ બનશે''

Bhupendra Patel

વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, તેમણે આર્થિક રીતે સંપન્ન શ્રેષ્ઠીઓ, ધનિકો પોતાના સંતાનોના લગ્ન સમૂહલગ્ન સમારોહમાં કરાવતા થયા છે, જે તમામ વર્ગો માટે દિશાસૂચક છે એમ જણાવી આ પ્રકારની પહેલની સરાહના કરી હતી. સમૂહલગ્નમાં જોડાવાથી આર્થિક રીતે નબળા પરિવારોને મોટા ખર્ચાઓમાંથી મુક્તિ મળે છે. આર્થિક મુશ્કેલીઓનું નિવારણ કરતા સમૂહલગ્ન પરંપરા સમયની માંગ છે.

સમૂહલગ્નમાં કન્યાદાન સ્વરૂપે આયોજક સંસ્થા દ્વારા પલંગ, કબાટ, ઝાંઝર, મંગળસૂત્ર, અનાજ કીટ સહિત ઘરવખરીની ઉપયોગી ૨૪ નાનીમોટી ચીજવસ્તુઓ પ્રત્યેક યુગલને અર્પણ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી સાથે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, આ સમૂહલગ્નના આયોજક પૂર્વ મંત્રી અને ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર, દાતાઓ અને મહાનુભાવો આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા.

English summary
Valsad: CM bhupendra patel gave blessings to 42 newlyweds
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X