નેશનલ હાઇવે પર પૂરપાટ દોડતી કારે 5 વાહનોને અડફેટે લીધા

Subscribe to Oneindia News

વલસાડ જિલ્લાના પારડી પાસે નેશનલ હાઈવે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક કાર ચાલકે 5 જેટલા વાહનોને અડફેટે લેતાં 5 થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વલસાડ તરફથી વાપી તરફ પુર ઝડપે આવી રહેલ એક કાર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા એક બાઈક, રીક્ષા અને કારને અડફેટે લીધા હતા. કાર ડીવાઈડર કુદીને રોડની બીજી બાજુ પડતાં સામેથી આવી રહેલ અન્ય એક કાર પણ અડફેટે આવી ગઇ હતી, જેને પરિણામે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આસપાસના સ્થાનિકો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

car

કારે અડફેટે લીધેલ વાહન ચાલકો રોડ પર ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા, જેમને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે હાઇવે પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. અકસ્માત સર્જનાર કાર ચાલક કારમાંજ ફસાઈ ગયો હતો, જેને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યો હતો. પોલીસ અને 108 ને જાણ થતા જ પારડી પોલીસ અને 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. આ ઘટનામાં જુદા-જુદા વાહનોમાં સવાર થયેલ 5થી વધુ લોકોને ઇજા થઈ હતી. પોલીસે અકસ્માત થયેલ વાહનોને ક્રેનની મદદથી રોડની બાજુએ ખસેડી હાઇવે પરનો વાહન વ્યવહાર ફરી શરૂ કર્યો હતો.

car
English summary
A car collided with 5 other vehicles on national highway near Valsad.
Please Wait while comments are loading...