વંદે ભારત ટ્રેન ફરીથી દૂર્ઘટનાગ્રસ્ત, વલસાડમાં પાટા પર ગાય આવી જતા એન્જિનનો આગળો ભાગ તૂટ્યો

વંદે ભારત ટ્રેનને ફરીથી અકસ્માત નડ્યો છે. વલસાડના અતુલ નજીક ટ્રેક પર ગાય આવી જતા ટ્રેનના એન્જિનના આગળના ભાગને નુકશાન થયુ છે.

વંદે ભારત ટ્રેનને ફરીથી અકસ્માત નડ્યો છે. વલસાડના અતુલ નજીક ટ્રેક પર ગાય આવી જતા ટ્રેનના એન્જિનના આગળના ભાગને નુકશાન થયુ છે. શનિવારે સવારે ટ્રેન મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી ગાંધીનગર માટે રવાના થઈ હતી. મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના અતુલ પાસે આજે સવારે 8.17 વાગે વંદે ભારત ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ગાય સાથે ટક્કર થઈ ગઈ.

vande bharat

ઘટના બાદ લગભગ 15 મિનિટ સુધી ટ્રેન રોકી દેવામાં આવી હતી. રેલવેએ કહ્યુ કે આગળના કોચ સિવાય ટ્રેનને કોઈ નુકસાન થયુ નથી એટલે કે ડ્રાઈવરના કોચના નોઝ કોન કવરને નુકસાન થયુ છે. ટ્રેન સરળતાથી ચાલી રહી છે. આ અંગે વહેલી તકે તપાસ કરવામાં આવશે. પશુ માલિક સામે ગુનો નોંધાઈ શકે છે. તમને જણાવી દઈએ કે 30 સપ્ટેમ્બર, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી.

ત્યારબાદ 6 ઓક્ટોબરના રોજ ગાંધીનગરથી રવાના થયેલી વંદે ભારત ટ્રેનને મણિનગરથી વટવા નજીક ભેંસોનુ ટોળુ આવી જતા રેલવે ટ્રેક પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં ભેંસોના મોત નીપજ્યા હતા. રેલવે પ્રોટેક્શન ફોર્સે ભેંસોના માલિક વિરુદ્ધ રેલવે અધિનિયમ 1989ની 147 કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ 7 ઓક્ટોબરે આણંદ નજીક વંદે ભારત ટ્રેનને ગાય સાથે અકસ્માત નડ્યો હતો. ડ્રાઈવરે સ્પીડ કંટ્રોલમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ગાય નજીક હોવાથી ટ્રેન સાથે ટક્કર થઈ હતી. ઘટનામાં આરપીએફ રેલવે અધિનિયમ 1989ની કલમ 147 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X