For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન, 1થી 15 જુલાઇ સુધી ચાલશે કાર્યક્રમ

ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજા સુધી પહોંચાડવા આગામી 1થી 15 જુલાઇ દરમિયાન સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાએ ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિક

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજા સુધી પહોંચાડવા આગામી 1થી 15 જુલાઇ દરમિયાન સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાએ 'વંદે ગુજરાત વિકાસ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજાજન સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા આગામી 1 જુલાઇ થી 15 જુલાઇ 2022 દરમિયાન સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા કક્ષાએ 'વંદે ગુજરાત વિકાસ યાત્રા'-20 વર્ષનો વિશ્વાસ -20 વર્ષનો વિકાસનું આયોજન કરવામાં આવ્યુ છે.

Bhupendra Patel

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યભરમાં યોજાનારી આ વંદે ગુજરાત વિકાસ યાત્રામાં 80 જેટલા રથ તૈયાર કરાયા છે. આ તમામ રથ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ રોજના 10 ગામોમાં પરિભ્રમણ કરશે. દરેક જિલ્લાઓમાં 10 ગામોનું કલસ્ટર બનાવીને રૂટ પ્લાન જિલ્લા કક્ષાએથી કરવામાં આવશે. 15 દિવસ યોજાનારી આ યાત્રામાં ઝોન મુજબ વિવિધ થીમ આધારિત કાર્યક્રમો નિયત કરવામાં આવ્યા છે.

આ યાત્રા દરમિયાન વિવિધ વિકાસકામોના ખાતમુહુર્ત, લોકાર્પણ તથા વિવિધ યોજનાકીય લાભોનું લાભાર્થીઓને વિતરણ કરાશે. જિલ્લા કક્ષાએ આ યાત્રાનું નેતૃત્વ મંત્રીમંડળના સભ્યો, સાંસદ સભ્યો, ધારાસભ્યો સહિત પદાધિકારીઓ કરશે. જ્યારે સ્થાનિક કક્ષાએ સમગ્ર યાત્રાનુ સંકલન જિલ્લા કલેકટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કરવામાં આવશે.

રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યશ્રીઓ તેમના મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામો હાથ ધરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા બે કરોડની ગ્રાંટ ફાળવવાનો નિર્ણય કરાયો છે તે માટે માર્ગ મકાન વિભાગ દ્વારા 86 કરોડની રકમ પણ ફાળવી દેવામાં આવી છે.

English summary
Vande Gujarat Vikas Yatra organized by Gujarat Government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X