For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વરેલી શંકાસ્પદ લઠ્ઠાકાંડ: ઉડતા પંજાબ પછી "ઉડતા ગુજરાત"?

|
Google Oneindia Gujarati News

ગુજરાતભરમાં દારૂબંધી છે તેમ છતાં ઠેર ઠેર દેશી દારૂના વેચાણની બાતમી અને પોલિસની રેડની ખબરો આવતી રહે છે. ત્યારે સુરતના વરેલી પાસે 20 લોકોની શંકાસ્પદ કારણોના લીધે થયેલી મોત શંકાસ્પદ લઠ્ઠાકાંડ તરફ ઇશારો કરે છે. તે વાત સ્પષ્ટ જ છે કે 20 લોકોની મોત બાદ તંત્ર સાબદૂ થયું છે. આ આખી ઘટનાએ રાજકીય રંગ લીધા છે. કોંગ્રેસથી લઇને વિવિધ નેતાઓ આ અંગે પોતાના નિવેદન આપી ચૂકી છે.

પણ તેથી પણ મોટી સવાલ તે ઊભો થયો છે કે શું જે રીતે પંજાબ ડ્રગ્સના નશામાં તેના અટવાઇ ગયું છે તે જ રીતે શું ગુજરાત પણ દેશી દારૂના નશામાં ચકચૂર બની ગયું છે. શું આ વિકાસશીલ ગુજરાતનીની એક કાળી બાજુ છે? ત્યારે વરેલી શંકાસ્પદ લઠ્ઠાકાંડ અત્યાર શું પરિસ્થિતિ તેની વિગતવાર માહિતી જાણો અહીં....

મૃત્યુઆંક 20એ પહોંચ્યો!

મૃત્યુઆંક 20એ પહોંચ્યો!

સુરતના પાસે આવેલા વરેલી ગામમાં છેલ્લા છ દિવસમાં 20 લોકો મૃત્યુ પામ્યા. આ અકુદરતી મોત પાછળ શંકાસ્પદ લઠ્ઠાકાંડને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. એક પછી એક ટપોટપ લોકોને મોતના કારણે આજે કોંગ્રેસ દ્વારા વરેલીમાં બંધ પણ પાળવામાં આવ્યા છે. અને લોકોએ પણ આ સ્વયંભૂ બંધ પાળ્યો છે.

સરકાર શું કરી રહી છે?

સરકાર શું કરી રહી છે?

નોંધનીય છે કે પોલિસે મૃત્યુ પામેલા લોકોના શબ પોસ્ટ મોર્ટમ માટે મોકલાવ્યા છે. પણ પોસ્ટ મોર્ટમના રિપોર્ટમાં પણ સ્પષ્ટ પણે કંઇ બહાર નથી આવ્યું. સાથે જ રાજ્યના ગૃહમંત્રીએ આ પર રિપોર્ટ મંગાવ્યો છે. વધુમાં લોકદબાણ બાદ પી.આઇ એચ કે ભરવાડને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુમાં રાજ્ય સરકારે તપાસ સમિતિ રચી છે.

શંકરસિંહ વાધેલાનો આરોપ

શંકરસિંહ વાધેલાનો આરોપ

તો કોંગ્રેસે આ મામલે બંધનું એલાન કર્યું છે. વધુમાં શંકરસિંહ વાધેલા ભાજપ પર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે મંત્રીઓના ઘરની પાછળ ચાલતા દારૂના અડ્ડા સરકાર બંધ કરાવે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપની મહેરબાની આવા અડ્ડાઓ ચાલે છે. તેમણે કહ્યું કે "ગુજરાતના યુવાધનને બીજું પંજાબ નથી બનવા દેવું અમારે"

અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોર

જો કે વધુમાં આજે અલ્પેશ ઠાકોરે પણ વરેલીની મુલાકાત લઇને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સહાયની ટીકા કરતા 4 લાખના વળતરની માંગ કરી હતી. અને એસપીને પણ સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.

ગુજરાતમાં દારૂબંધી છે?

ગુજરાતમાં દારૂબંધી છે?

ત્યારે વરેલી જેવા બનાવો ગુજરાતમાં દારૂબંધી છે કે નહીં તે પર મોટો સવાલ ઊભો કરે છે. કારણ કે દારૂ બંધી ભલે હોય પણ દેશી દારૂના અડ્ડા ઠેર ઠેર ચાલી રહ્યા છે. જેને બંધ કરાવવા માટે પોલિસ અને રાજ્ય સરકાર પાંગળી પડી હોય તેવું લાગે છે!

English summary
Vareli Lathhakand: Is gujarat became another udta punjab?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X