VGGS 2024: CMએ જાપાનના મંત્રી અને પ્રતિનિધિ મંડળ સાથે કરી બેઠક

VGGS 2024: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જાપાનનાં મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિ, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં ઇન્ટરનેશનલ અફેર્સનાં વાઇસ મિનિસ્ટર શ્રીયુત હોસાકા શીન અને પ્રતિનિધિ મંડળે મહાત્મા મંદિરમાં બેઠક યોજી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 10 જાન્યુઆરીથી પ્રારંભ થનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડીમાં સહભાગી થવા તેઓ તેમનાં બિઝનેસ ડેલીગેશન સાથે ગુજરાત આવેલાં છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં તાજેતરમાં આવેલાં ભૂકંપે જે સ્થિતી સર્જી છે, તેમાંથી જાપાન ઝડપથી બેઠું થઈ રહ્યું છે, તેની આ બેઠકની વાતચીત દરમિયાન સરાહના કરી હતી. વાઇસ મિનિસ્ટર શ્રીયુત હોસાકા સીને મુખ્યમંત્રીની આ સંવેદના માટે આભાર માન્યો હતો.

VGGS 2024

જાપાનના વાઇસ મિનિસ્ટરે ગુજરાતની બે દાયકાની ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટની સફળતા અંગે તેમણે અનેક વૈશ્વિક મંચ પર પ્રસંશા સાંભળી છે. આથી તેઓ પોતે જે વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવાની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં હતા, તે આ વાઇબ્રન્ટ સમિટમાં આવવાથી ફળીભૂત થઈ છે, તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.

વાઇસ મિનિસ્ટરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સાડા ત્રણસોથી વધુ જાપાનીઝ કંપનીઝ કાર્યરત છે, અને રાજ્ય સરકારનાં પ્રોએક્ટિવ અભિગમનો તેમને લાભ મળી રહ્યો છે. તેમની સાથે વાઇબ્રન્ટ સમિટનાં આ ડેલીગેશનમાં 70 જેટલી કંપનીઝ જોડાઈ છે, તેની પણ તેમણે વિગતો આપી હતી.

જાપાનના વાઇસ મિનિસ્ટરે જણાવ્યું હતું કે, ગુજરાત સાથે સેમિકન્ડક્ટર, હાયડ્રોજન અને ગ્રીન એમોનિયા-ગ્રીન ગ્રોથ સેક્ટરમાં પાર્ટનરશીપ માટે જાપાન આયોજન બદ્ધ રીતે આગળ વધવા માંગે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં વ્યાપક રોકાણોની તકો વિશે તેમને માહિતગાર કરતાં જણાવ્યું કે, ગુજરાતે સેમિકન્ડક્ટર પોલિસી બનાવી છે, તેમજ સાણંદમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ ક્લસ્ટર વિકસીત કરી રહ્યાં છીએ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીન હાયડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને પોર્ટ્સ ત્રણેય સેક્ટરમાં ગુજરાત લીડ લેવા સજ્જ છે, તેની ભૂમિકા સાથે જાપાનનાં તેમના તાજેતરનાં પ્રવાસ દરમિયાન આ ક્ષેત્રોનાં વિવિધ ઉદ્યોગો સાથેની ફળદાયી મુલાકાત બેઠકોની માહિતી આપી હતી.

ભૂપેન્દ્ર પટેલે વાઇસ મિનિસ્ટરશ્રીને ગુજરાતનાં વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાતે સમય કાઢીને આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્યઅગ્ર સચિવ કે. કૈલાશનાથ, મુખ્યસચિવ રાજકુમાર, અધિક મુખ્યસચિવ પંકજ જોશી, એસ. જે. હૈદર તેમજ વરિષ્ઠ સચિવો જોડાયા હતા. જાપાનનાં ભારત સ્થિત રાજદૂત અને અગ્રણી ઉદ્યોગ ગૃહો જોડાયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X