VGGS 2024: CM એ 34 ભાગીદાર દેશો અને 130થી વધુ દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત
VGGS 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, ચેક રિપબ્લિકના વડા પ્રધાન પેટ્ર ફિઆલા, મોઝામ્બિકના પ્રમુખ ફિલિપ જેકિન્ટો ન્યુસી, તિમોર-લેસ્ટેના પ્રમુખ જોસ રામોસ-હોર્ટા, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પહોંચ્યા છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં હાજરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કર્યું છે. કોન્ફરન્સની 10મી આવૃત્તિનું આયોજન 10 થી 12 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષની કોન્ફરન્સની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર છે.

કોન્ફરન્સમાં 34 દેશો અને 16 સંસ્થાઓ ભાગ લઇ રહ્યા છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10 જાન્યુઆરી, 2024ના રોજ સવારે 9:45 કલાકે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ભાગ લઇ રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આત્મનિર્ભર ભારત માટે સમૃદ્ધ ગુજરાતના વિઝન સાથે નવી ઊંચાઈઓ હાંસલ કરવાનું ચાલુ રાખશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હું વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં 34 ભાગીદાર દેશો અને 130થી વધુ દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરું છું. વડાપ્રધાન મોદીએ એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્યનો વિચાર વિશ્વ સમક્ષ મૂક્યો છે. ભારતના G20 પ્રમુખપદની સફળતાએ દેશને ગૌરવ અપાવ્યું છે.
UAEના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને સંબોધિત કર્યું હતું.
#WATCH | Gujarat CM Bhupendra Patel says "...I welcome 34 partner countries and delegates from over 130 countries to the Vibrant Gujarat Summit...PM Modi has taken the idea of 'One Earth, One Family, One Future' to the world. The success of India's G20 presidency has made the… pic.twitter.com/lqdS9ZkXQw
— ANI (@ANI) January 10, 2024












Click it and Unblock the Notifications
