વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024: યુએઈના રાષ્ટ્રપ્રમુખનું PM મોદીએ કર્યું સ્વાગત
Vibrant Gujarat Global Summit 2024: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા યુએઈના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તેમનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.
યુએઈ રાષ્ટ્રપ્રમુખને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિદેશ મંત્રી એસ જયશંકરે આવકાર્યા હતા.

આ તકે અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, ફોરેન સેક્રેટરી વિનય ક્વાત્રા, યુએઈના ભારતીય એમ્બેસેડર સુંજય સુધીર, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક, ગલ્ફના જોઇન્ટ સેક્રેટરી અસીમ મહાજન, ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી. કે. સહિતના મહાનુભાવોએ યુએઈના રાષ્ટ્રપ્રમુખને આવકારી સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે એરપોર્ટ ખાતે યુએઈના રાષ્ટ્રપ્રમુખને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરીને તેમને આવકારવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
