Video: પૌત્રએ દાદા-દાદીને ધક્કા મારી કાઢ્યા બહાર, આપવીતિ સાંભળી થઈ જશો ભાવુક

ગુજરાતના રાજકોટમાં મનહર પ્લૉટમાં એક વ્યક્તિએ દાદા-દાદીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી દીધા.

ગુજરાતના રાજકોટમાં મનહર પ્લૉટમાં એક વ્યક્તિએ દાદા-દાદીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી દીધા. ધક્કો મારતા જ દાદી ઘરની બહાર 3-4 ફૂટ દૂર પડી ગયા. આ ઘટના એક સીસીટીવી કેમેરેમાં કેદ થઈ ગઈ. ત્યારબાદ અમુક સ્થાનિક લોકોએ આ નિર્દયી પૌત્રને ધુત્કાર્યો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ત્રણ દીકરા છે, કોઈ પણ વૃદ્ધ માતાપિતાને રાખવા નથી ઈચ્છતુ

ત્રણ દીકરા છે, કોઈ પણ વૃદ્ધ માતાપિતાને રાખવા નથી ઈચ્છતુ

પીડિત દાદા-દાદીની આપવીતિનો વીડિયો જોઈને ભાવુક થઈ જવાય. જેમાં તેમણે પૌત્ર દ્વારા આપવામાં આવતા ત્રાસ વિશે જણાવ્યુ છે. પૌત્રની હરકતો સાંભળીને પોલિસ પણ ઘરે પહોંચી ગઈ. પોલિસે આરોપી અને તેની પત્ની સામે કેસ નોંધ્યો. બંનેને પકડીને પોલિસ સ્ટેશન લઈ ગઈ. એ ડિવિઝન પોલિસના અધિકારીએ જણાવ્યુ કે, 'તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમના દ્વારા વૃદ્ધ દંપત્તિ સાથે બહુ ખરાબ વર્તન કરવામાં આવતુ હતુ.'

પૌત્ર અને પૌત્રવધુ બંને કરતા હતા હેરાન

પૌત્ર અને પૌત્રવધુ બંને કરતા હતા હેરાન

વીડિયોમાં તમે જોઈ શકો છો કે પૌત્રએ દાદીને જોરથી ધક્કો માર્યો, તે ત્યાં જ પડી ગયા. દાદાએ પૌત્રને રોકવાનો પ્રયત્ન કર્યો તો તેમની સાથે પણ ઝપાઝપી કરી. જણાવવામાં આવી રહ્યુ છે કે પૌત્ર અને તેમની પત્ની બંને એ દાદા-દાદી સાથે આવુ જ વર્તન કરતા હતા. કપાતર પૌત્ર વિષે જણવા મળ્યુ છે કે તેનુ શુભમ છે. તેના લગ્ન ભાવના નામની છોકરી સાથે થયા હતા. બંને પોતાનુ જીવન એશથી જીવવા લાગ્યા અને વૃદ્ધ દાદા-દાદી પર ત્રાસ ગુજારવા લાગ્યા.

વીડિયો જોઈને પોલિસે કરી કાર્યવાહી

વીડિયો જોઈને પોલિસે કરી કાર્યવાહી

આરોપ છે કે દાદા-દાદી સામે પૌત્રનો સાથ દીકરો કૈલાશભાઈ પણ આપતા હતા. દાદાનુ નામ જેરામભાઈ છે અને દાદી મણિબેન સાગપરિયા છે. તેમના ત્રણ દીકરા હોવા છતાં કોઈ તેમને રાખવા માટે તૈયાર નથી. તે કરિયાણાની દુકાન ચલાવીને પોતાનુ ગુજરાન ચલાવતા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X