For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં એક સાથે 11 દલિત વરરાજાઓ ઘોડી ચડ્યા, વીડિયો વાયરલ

ગુજરાતમાં, દલિત વરરાજાઓને ઘોડી ચડવાથી રોકવાની ઘટનાઓ સામે આવ્યા પછી, હવે ઉચ્ચ જાતિનાઓ દ્વારા દલિત વરરાજાઓના લગ્ન કરાવવાની ઘટના સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં, દલિત વરરાજાઓને ઘોડી ચડવાથી રોકવાની ઘટનાઓ સામે આવ્યા પછી, હવે ઉચ્ચ જાતિનાઓ દ્વારા દલિત વરરાજાઓના લગ્ન કરાવવાની ઘટના સામે આવી છે. અહીં રાજકોટના ધોરાજી શહેરમાં, 11 વરરાજા માત્ર ઘોડી ચડ્યા નહોતા, પરંતુ સમગ્ર શહેરમાં તેમની જાન પણ કાઢવામાં આવી હતી. તમામ જાતિના લોકો તેમની જાનમાં સામેલ થયા અને જોડાને આશીર્વાદ આપી લગ્ન પણ કરાવ્યા.

આ પણ વાંચો: ભાજપના નેતાએ પહેલા મહિલાની લાતોથી પીટાઈ કરી પછી રાખડી બંધાવી

જૂની પ્રથા છોડી ઉચ્ચ જાતિના લોકોએ દલિતોના લગ્ન કરાવ્યા

જૂની પ્રથા છોડી ઉચ્ચ જાતિના લોકોએ દલિતોના લગ્ન કરાવ્યા

ધોરાજીથી વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે જૂની પ્રથા છોડી ઉચ્ચ જાતિના લોકોએ દલિત વરરાજાઓનો વરઘોડો કરાવ્યો. લગ્નના પ્રસંગે મોટી સંખ્યામાં લોકો આયોજનમાં પહોંચ્યા. પત્રકાર અનુસાર, ધોરાજીમાં દલિત સમુદાય દ્વારા 11 કન્યાઓ માટે સામૂહિક લગ્ન ગોઠવવામાં આવ્યા હતા. જેમાં વર જુદા જુદા ગામોથી આવ્યાં હતાં. ઉચ્ચ જાતિના લોકો દ્વારા દુલ્હનોને ભેટો પણ આપવામાં આવી હતી.

સુરક્ષા માટે પોલીસ રહી હાજર

સુરક્ષા માટે પોલીસ રહી હાજર

તેથી, આ લગ્ન ધોરાજીમાં શાંતિપૂર્ણ રીતે થઇ શકે, તેથી પોલીસનો વધુ બંદોબસ ગોઠવવામાં આવ્યો હતો. અરવલ્લી-મોડાસાના થયેલા બનાવોને ધ્યાનમાં રાખીને પોલીસે આ કર્યું. રાજ્યના ઘણાં સ્થળોએ, દલિતોને ઘોડી પર ચડવાથી રોકવાના અને મારપીટના કિસ્સાઓ સામે આવ્યા હતા. તેથી, કોઈપણ પ્રકારના વિવાદને રોકવા માટે, પોલીસનો બંદોબસ્ત વધુ કરાયો હતો.

.. પરંતુ કોઈ વિવાદ થયો નથી

.. પરંતુ કોઈ વિવાદ થયો નથી

આ વખતે, ધોરાજીમાં, ડીવાયએસપી, પીઆઈ અને ત્રણ પીએસઆઇ સાથે મોટી સંખ્યામાં કોન્સ્ટેબલ જાનવાળા રૂટ પર તૈનાત હતી. જો કે, અહીં ઉચ્ચ જાતિઓએ દલિત વરરાજાઓ પ્રતિ જે રીતનો વ્યવહાર રાખ્યો, તેની રાજ્યભરમાં ચર્ચા થઈ રહી છે. તો પોલીસે પણ કોઈ વિવાદ થયો ન હોવાથી રાહતનો શ્વાસ લીધો.

English summary
Video: In Gujarat 11 dalit grooms ride horses to mass wedding
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X