For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live Rescue: ખાટલા પર બેસાડ્યું તેમ છતાં ચીડાયું સિંહબાળ!

સાવરકુંડવામાં જ્યારે એક સિંહનું બચ્ચુ 60 ફૂટ ઊંડા કૂવામાં પડ્યું ત્યારે વનવિભાગે કેટલી મહેનતથી તેને બચાવ્યું જુઓ આ વીડિયોમાં

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

સાવરકુંડલાના આદસંગ ગામે 60 ફૂટ ઊંડા એક ખુલ્લા કુવામાં અગમ્ય કારણોસર બાળસિંહ ખાબકી જતા વન વિભાગએ રેસ્ક્યુ કરી બાળ સિંહને બહાર નીકાળ્યો હતો. નોંધનીય છે કે વનવિભાગને આ સિંહ બાળને નીકાળવામાં ભારે જહેમત પડી હતી. સદનસીબે કૂવામાં પાણી ન હોવાના કારણે તેનો આબાદ બચાવ થયો હતો. ત્યારે બાળ સિંહને બહાર કાઢી જસાધાર ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. નોંધનીય છે કે કૂવાની ઊંડાઇ જોતા સિંહ બાળ માટે નીચે ખાટલો મૂકવામાં આવ્યો હતો. અને તેની પર બેસતાા જ સિંહ બાળને ઉપર ખેંચવાની તાજવીજ કરવામાં આવી હતી. તેમ છતાં છેલ્લા પાંજરામાં પૂરતા પહેલા સિંહબાળ વન વિભાગના અધિકારીઓ પર બરાબરનો ગુસ્સો કર્યો હતો.

lion

જો કે તેમ છતાં વનવિભાગના અધિકારીઓએ પોતાનો જીવ સંકટમાં મૂકી ગીરનારના માન સમાન આ સિંહ બાળને બચાવ્યો હતો. ત્યારે જુઓ આ સિંહ બાળનો લાઇવ રેસ્કૂ નીચેના આ વીડિયોમાં. નોંધનીય છે કે ગત એક મહિનામાં આવા ત્રણ કિસ્સા બન્યા છે. જેમાં સિંહ કે દિપડા દ્વારા ખુલ્લા કૂવામાં પડી જવાની ઘટના બની હોય. ત્યારે સવાલ તે થાય છે કે આટલા ખુલ્લા કૂવા કેમ આ વિસ્તારમાં રાખવામાં આવે છે. આજ સપ્તાહમાં સાવરકુંડલાના વિજયનગરમાં સિંહણ શિકાર કરતા સમય ખાબકતા વન વિભાગે તેને પણ બહાર કાઢી હતી જોકે ખુલ્લા કુવાને બંધ કરી દેવામાં આવે તો સિંહોના કુવામાં ખાબકવાનો સિલસિલો અટકી શકે. અને વન્ય પ્રાણીઓને વગર કારણે આટલું હેરાન ન થવું પડે.

ત્યારે જુઓ બાળ સિંહના બચાવનો આ વીડિયો અહીં...

English summary
See here Video of live Rescue Of baby lion by Forest Department.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X