વિયેતનામના ભારત સ્થિત રાજદૂતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી!
વિયેતનામના ભારત સ્થિત રાજદૂત-એમ્બેસેડર યુત ફામ સાન્હ ચાઉએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.
વિયેતનામના ભારત સ્થિત રાજદૂત-એમ્બેસેડર યુત ફામ સાન્હ ચાઉએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળવા માટેના અભિનંદન પાઠવતાં વિયેતનામ રાજદૂતે વ્યાપાર કુશળ ગુજરાતી સમુદાયો વિયેતનામ સાથે વેપાર-ઊદ્યોગમાં વધુ સહભાગી થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ખાસ કરીને ટેક્ષટાઇલ કેપિટલની ખ્યાતિ ગુજરાત ધરાવે છે ત્યારે યાર્ન, કોટન, ડાયની સમગ્ર સપ્લાય ચેઇન વિયેતનામ-ગુજરાત માટે સેતુરૂપ બની શકે તેમ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ક્ષેત્રો સહિત વ્યાપારિક વાણિજ્યીક સંબંધો વધારવા અને એકસપોર્ટ વધારવામાં ગુજરાત પૂર્ણ સહયોગ આપશે તેમ બેઠકમાં જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીના સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રના આગવા વિઝનથી વિશ્વના દેશો સાથે સફળત્તમ સંબંધો વિકસાવી રહ્યા છે તેની પણ ભૂમિકા આપી હતી. તેમણે વિયેતનામ રાજદૂત સાથેની વાતચીતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિનો વિશેષ ઉલ્લેખ કરતાં કહ્યું કે, કેવડીયાને વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકાવી દુનિયાભરના લોકોને આકર્ષિત કરવાની પ્રધાનમંત્રીની આ દીર્ઘદ્રષ્ટિ છે.
મુખ્યમંત્રીએ આગામી વાયબ્રન્ટ સમિટમાં વિયેતનામના પ્રધાનમંત્રી અને ઉચ્ચસ્તરીય ડેલિગેશનને ભાગ લેવા માટે નિમંત્રણ પાઠવ્યું હતું. વિયેતનામના રાજદૂતે પણ મુખ્યમંત્રીને વિયેતનામ રાષ્ટ્રની મુલાકાતે આવવા આમંત્રણ આપ્યું છે. મુખ્યમંત્રીએ વિયેતનામ રાજદૂતને સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રતિકૃતિ સ્મૃતિ ભેટ આપી હતી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
