શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, વિજય રૂપાણી માટે ખાસ દિવસ

આજે ગુજરાતના નવા નાથ તેવા વિજય રૂપાણી માટે ખાસ દિવસ છે. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને સાથે જ મુખ્યમંત્રી તરીકે કારભાર શરૂ કરવા માટે વિજય રૂપાણીનો પહેલો દિવસ પણ. આજે તે ગાંધીનગર ખાતે આવેલી તેમની ઓફિસમાં મુખ્યમંત્રી તરીકે પોતાનો પહેલા દિવસ પસાર કરશે. તો સાથે જ તે તેમના મંત્રીઓને તેમનો કારભાર સોંપશે. ત્યારે નાણાં ખાતાથી લઇને ગૃહપ્રધાનનું ખાતું કોના માથે જાય છે તે જોવાનું ખાસ બની જાય છે.

vijay rupani

રવિવારે શપથ વિધિ બાદ તે આજે તેમની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમની જવાબદારીઓ સંભાળશે. રવિવારે વિજય રૂપાણીના મંત્રીમંડળને જોતા સ્પષ્ટ પણે તેવું લાગ્યું કે ભાજપનું લક્ષ્ણાંક 2017ની ચૂંટણી છે. અને માટે જ તેમના મંત્રીમંડળમાં પટેલો અને ઓબીસી નેતાઓ ખુશ કરવાની ખાસ કવાયત હાથ ધરવામાં આવી હોય તેવું જોવા મળ્યું હતું. સાથે જ 20 વર્ષ બાદ ગુજરાતમાં એક ઉપ. મુખ્યમંત્રી પદ ફાળવવામાં આવ્યું અને તે પણ નીતિન પટેલ માટે. તે વાત ભાજપની 2017ની નિતીને સ્પષ્ટ કરે છે.

vijay rupani

ત્યારે આજે સવારે વિજય રૂપાણીએ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ જળાભિષેકની પૂજા કરીને નવા મુખ્યમંત્રી તરીકે તેમના દિવસની શરૂઆત કરી હતી. જે બાદ ગાંધીનગરની ઓફિસ પહોંચતા પહેલા તેમણે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પી હતી.

vijay rupani

નોંધનીય છે ગુજરાતમાં હાલ દલિત આંદોલન પૂર જોશમાં ચાલી રહ્યું છે. ત્યારે રૂપાણી પણ તે વાતને સારી રીતે સમજી ચૂક્યા છે કદાચ આ માટે જ તેમણે આ પુષ્પાજંલિ રાજકીય રીતે ધણું મહત્વ ધરાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X