BJP-RSSના ગુપ્ત સર્વેને કારણે વિજય રૂપાણીએ રાજીનામું આપવું પડ્યુંઃ હાર્દિક પટેલ
BJP-RSSના ગુપ્ત સર્વેને કારણે વિજય રૂપાણીએ રાજીનામું આપવું પડ્યુંઃ હાર્દિક પટેલ
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે બપોર પછી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવદત્તને મળી રાજીનામું આપી દીધું હતું. રાજ્યપાલે વિજય રૂપાણીનું રાજીનામું સ્વીકારી પણ લીધું છે. જે બાદ ગતરોજ એટલે કે શનિવારે સાંજે અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવ્યા અને આજે ગાંધીનગર ખાતે ભાજપ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યો સહિત કેટલાક કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. ચર્ચાઈ રહ્યું છે કે આજની ધારાસભ્ય દળની બેઠકમાં ગુજરાતના આગામી મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રીના નામ નક્કી થઈ શકે છે.

બીજી તરફ વિજય રૂપાણીએ ઓચિંતું રાજીનામું આપ્યું હોવાથી વિવિધ અંદાજાઓ પણ લગાવાઈ રહ્યા છે. કોઈ વિજય રૂપાણી પર કોવિડ સ્થિતિમાં સરખી કામગીરી ના કરી શક્યા હોવાના કારણે રાજીનામું આપ્યું હોવાનો દાવો કરી રહ્યા છે તો કોઈ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પાટીદારોને ખુશ કરવા માટે પાટીદાર મુખ્યમંત્રી ચૂંટવા માટે વિજય રૂપાણીને હટાવ્યા હોવાનો દાવો કરી રહ્યા છે. ત્યારે યુવા પાટીદાર આગેવાન હાર્દિક પટેલે પણ ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શા માટે ખુરશી છોડવી પડી તેનું કારણ જણાવ્યું. હાર્દિક પટેલે કહ્યું કે, "ઓગસ્ટમાં આરએસએસ (રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ) અને ભાજપે એક ગુપ્ત સર્વે કર્યો હતો. આ સર્વેમાં ચોંકાવનારા પરિણામ સામે આવ્યાં હતાં. કોંગ્રેસને 43% વોટશેર સાથે 96-100 સીટ મળી રહી હતી, ભાજપને 38% વોટશેર સાથે 80-84 સીટ મળી રહી હતી, આમ આદમી પાર્ટીને 3% વોટશેર સાથે 0 સીટ મળી રહી હતી, મીમને 1% વોટશેર સાથે 0 સીટ મળી રહી હતી અને તમામ અપક્ષ ઉમેદવારોને 15% વોટશેર સાથે 4 સીટ મળી રહી હતી." હાર્દિક પટેલે દાવો કર્યો કે આ ગુપ્ત સર્વેના કારણે જ વિજય રૂપાણીએ રાજીનામું આપવું પડ્યું છે.
કોણ બનશે આગામી સીએમ?
ભાજપનો આગામી મુખ્યમંત્રી કોણ હશે તે તો ધારાસભ્ય દળની બેઠકમાં જ નક્કી થશે, પરંતુ તેના માટેની રેસમાં કેટલાંય નામ જણાવવામાં આવી રહ્યાં છે. ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, પ્રફુલ પટેલ, ગોરધન ઝાડફિયાના નામ સામેલ છે.
મંત્રીમંડળમાં પણ થઈ શકે મોટા બદલાવ
સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ મુખ્યમંત્રીને હટાવ્યા બાદ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં પણ કેટલાય બદલાવ થઈ શકે છે. કેટલાય સિટિંગ મંત્રીઓને હટાવવામાં આવી શકે છે, જ્યારે કેટલાક નવા ચહેરાઓને મંત્રી બનાવવામાં આવી શકે છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ ગુજરાતમાં આરએસએસ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં વિજય રૂપાણીના ચહેરાના આધારે ભાજપને આગામી વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરવી મુશ્કેલ હતી.












Click it and Unblock the Notifications
