For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CMના મોઢે બાપુનું નામ આવતા રાજકીય તર્ક વિતર્ક શરૂ

જામનગરમાં યોજાયેલા એક કાર્યક્રમાં વિજય રૂપાણીએ કરી બોલવામાં ભૂલ. તેમની ભૂલેથી રાજકીય માહોલમાં ગરમી આવી ગઈ. એવુ તો રૂપાણી શું બોલ્યા વાંચો અહીં..

By Oneindia
|
Google Oneindia Gujarati News

જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલ શુક્રવારે વિધિવત રીતે ભાજપમાં જોડ્યા હતા. રાઘવજીએ ભાજપમાં જોડતી વખતે સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપ કાર્યકર્તાને ઝીરોમાંથી હીરો બનાવે છે. કોંગ્રેસ વિરોધની રાજનીતિમાં માને છે. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાઘવજીને ભાજપમાં આવકાર આપ્યો હતો અને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારસભ્યોની સાથે સાથે શંકરસિંહ વાઘેલનું નામ પણ બોલી જતા રાજકીય ગલિયારોમાં બાપુનાં ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની છે.

rupani

નોંધનીય છે કે, જામનગરમાં પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય સાથે જામનગર જિલ્લા પંચાયતના 3 સભ્યો અને જિલ્લા યૂથ કોંગ્રેસ ચિરાગ વાંક પણ ભાજપમાં જોડયા હતા. રાઘવજી પટેલને પક્ષમાં આવકારવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી,
ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, ભીખુભાઇ દલસાનીયા, જયેશ રાદડિયા અને પૂનમ માડમ સહિતના ભાજપના નેતા હાજર હતા. કોંગ્રેસથી નારાજ થઈને બાપુ સહિતના 14 ધારાસભ્યોએ કોંગ્રેસમાં બળવો કર્યો હતો. જે બળવો કરેલા ધારાસભ્યો એક પછી એક રંગે ચંગે ભાજપમાં જોડાય છે અને તેમનું ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. બળવો કરેલા મોટા ભાગના ધારાસભ્યો ભાજપમાં જોડાઇ ચુક્યા છે. હવે શંકરસિંહ વાઘેલા શું કરે છે તેની પર બધાની નજર હવે મંડાઈ છે.

English summary
vijay rupani by Mistake took sankersinh vaghela name
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X