69 મતવિસ્તારથી સીએમ વિજય રૂપાણી લડશે વિધાનસભાની ચૂંટણી

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી રાજકોટ ખાતે જાહેરાત કરી છે કે તે આગામી ગુજરાત વિધાનસભા ચુંટણી 69 મત વિસ્તારથી લડશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉમેર્યું હતું કે હું જ્યાંથી ચૂંટાયો છું ત્યાંથી જ ચૂંટણી લડીશ. સાથે જ ભાજપના તમામ નેતાઓ પોતપોતાની બેઠકોથી જ ચૂંટણી લડશે. આમ કહીને મુખ્યમંત્રીએ આવનારી ચૂંટણી માટે શંખનાદ ફૂંક્યો હતો.

vijay rupani

આ પ્રસંગે મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસને આડેહાથ લીધી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ સલામત બેઠકો શોધી રહ્યા છે. કોંગ્રેસની દિલ્હી ખાતે રાહુલ ગાંધીના નિવાસસ્થાને મળેલી બેઠકમાંથી શંકરસિંહ નારાજ થઇને નીકળી ગયા હતા તે અંગેની પ્રતિક્રિયામાં રૂપાણીએ કટાક્ષ કરી જણાવ્યું હતું કે કોંગ્રેસથી બધા નારાજ જ છે, પક્ષમાં કોઈ રાજી નથી.

Read also: સચિન તેંડુલકરને એશિયન ફેલોશિપ એવોર્ડનું સન્માન

વધુમાં તેમણે કહ્યું કે જે પક્ષ પાસે મુખ્યમંત્રી પદ માટે ચેહરો જ નથી, તે પક્ષ માટે જીતવું સેહલું નથી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાસે મુખ્યમંત્રી પદ માટે યોગ્ય નેતા જ નથી. આ સાથે જ તેમણે ભાજપને ૧૫૦ થી પણ વધુ બેઠકો મળશે તેવો વિશ્વાસ પણ તેમની રાજકોટ મુલાકાતમાં વ્યક્ત કર્યો હતો.

English summary
Vijay Rupani will contest from 69 constituencies in Gujarat assembly election 2017.
Please Wait while comments are loading...