મતદાનની બહિષ્કાર બાદ તંત્રએ અપીલને માન આપી ગ્રામજનોએ કર્યુ મતદાન
ખેડા જિલ્લાના ખાંડીવાવ ગામના ગ્રામજનોએ મતદાનથી અળગા રહેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ વહીવટી તંત્રની અપીલ અને અનુરોધને માન આપીને ખાંડીવાવના ગ્રામજનો મતદાનમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
ખેડા જિલ્લાના ખાંડીવાવ ગામના ગ્રામજનોએ મતદાનથી અળગા રહેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ વહીવટી તંત્રની અપીલ અને અનુરોધને માન આપીને ખાંડીવાવના ગ્રામજનો મતદાનમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.

વડોદરાના પાદરા વિસ્તારમાં ગર્લ્સ હાઇસ્કુલના મતદાન મથકમાં ઇવીએમમાં ક્ષતિ હોવાના રિપોર્ટ મળ્યા હતા, તુરંત જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે અને હવે ઇવીએમ ચાલુ છે. વેબકાસ્ટિંગના માધ્યમથી ક્રોસ વેરીફીકેશન પણ કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં ડભોઇ-સિનોર ચોકડી ખાતે પણ ઇવીએમમાં ક્ષતિ હોવાના રિપોર્ટ હતા, ત્યાં પણ હવે ઇવીએમ ચાલુ છે અને કોઈ જ ફરિયાદ નથી.
બનાસકાંઠા જિલ્લામાં મીઠા વિરાણા ગામમાં ઇવીએમ મશીનનો ઇસ્યુ હતો, ત્યાં પણ ચૂંટણી તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લઈને હવે ઇવીએમ ચાલુ છે અને મતદાનની પ્રક્રિયા સરસ રીતે ચાલી રહી છે.
304-શિકા અને 31-મોડાસા મતવિસ્તારમાં ઇવીએમમાં ટેકનિકલ પ્રોબ્લેમ થયો હતો, જે 10 મિનિટમાં ઉકેલી નાખવામાં આવ્યો છે. હવે ત્યાં કોઈ ફરિયાદ નથી.
મતદાન દ્વારા લોકશાહીના મહાપર્વની ઉજવણી કરતાં લોકપાલ સભ્યશ્રી આઈ.પી. ગૌતમ
મતદાન પ્રત્યેની જાગરૂકતા એ જ આદર્શ લોકશાહીના પાયામાં રહેલી છે. ત્યારે ગુજરાતના પૂર્વ અગ્રસચિવ અને નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી એવા લોકપાલના નોન-જ્યુડિશિયલ સભ્યશ્રી ડૉ. આઈ.પી. ગૌતમે આજે ગાંધીનગરના સેક્ટર-૮ ખાતેના મતદાન મથક પર તેમના પરિવાર સહિત મતદાન કરી, નાગરિકોને લોકશાહીના આ મહાપર્વમાં સામેલ થવા અપીલ કરી હતી.












Click it and Unblock the Notifications
