વિનોદ મોરડિયાએ ત્રિદિવસીય ૧૬મી ‘ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એન્ડ એક્ઝિબિશન’નો શુભારંભ કરાવ્યો

વિનોદ મોરડિયાએ ત્રિદિવસીય ૧૬મી ‘ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એન્ડ એક્ઝિબિશન’નો શુભારંભ કરાવ્યો

આગ લાગે જ નહીં તે માટે અને આગની ઘટના બાદ થતા જાન-માલના નુકસાનને અટકાવવા આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ આજના સમયની માંગ અને જરૂરિયાત છે તેમ આજે ગાંધીનગર ખાતે યોજાયેલા ફાયર ઇન્ડિયા-૨૦૨૨માં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું હતું.

vinod moradiya

શહેરી વિકાસ રાજ્યમંત્રી મોરડીયાએ હેલીપેડ ગાંધીનગર ખાતે ત્રિદિવસીય ૧૬મી 'ઈન્ટરનેશનલ નેશનલ કોન્ફરન્સ એન્ડ એક્ઝિબિશન'નો શુભારંભ કરાવતા કહ્યું, કે વડાપ્રધાનન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા જ્યારે બ્રિટનને પાછળ રાખીને તાજેતરમાં જ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે ત્યારે અગ્નિ નિવારણ ક્ષેત્રે ક્ષમતા નિર્માણ (કેપેસીટી બિલ્ડીંગ) માટે તથા આગના વિવિધ જોખમો પ્રત્યે જાગૃતિ ફેલાવવાના આ ઉમદા પ્રયાસ માટે ફાયર સેફ્ટીના ઉત્પાદકો અને વપરાશકર્તાઓને એકસાથે લાવીને એડવાન્સ ટેક્નોલોજીનો લાભ લઈને આગ અને ઈમરજન્સી રિસ્પોન્સ સેવાઓને અપગ્રેડ કરવા માટે આ કૉન્ફરન્સ મહત્વની પુરવાર થશે.

આગ, ધરતીકંપ અને કુદરતી આપત્તિમાં નાગરિકોના જીવ બચાવવાની સાથે સંપત્તિનું પણ ઓછામાં ઓછું નુકસાન થાય તે સુનિશ્ચિત કરવા માટે ભારતભરમાંથી આવેલાં ફાયર સહિતના તજજ્ઞોનો અનુભવનો લાભ આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં ફાયરના અધિકારીઓ, જવાનો અને વ્યવસાયકારોને મળી રહેશે. ગુજરાતમાં મેગાસિટીની સાથે સાથે તાલુકાસ્તરે પણ ડિઝાસ્ટર ફાયર સર્વિસની ઉત્તમ સુવિધાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઉપલબ્ધ કરવામાં આવી છે જેના આગની ઘટનાઓથી થતું નુકસાન નિવારી શકાય તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રી મોરડીયાએ ઈન્સ્ટિટ્યુશન ઓફ ફાયર એન્જિનિયર્સ (ઈન્ડિયા) દ્વારા ગુજરાતમા આયોજિત આ કોન્ફરન્સ બદલ આભાર વ્યકત કરતાં કહ્યું કે, વર્ષ ૧૯૭૩માં સ્થાપના થયા બાદ અગ્નિ નિવારણ ક્ષેત્રે સતત સક્રિયતા દાખવીને સંસ્થાએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ઇન્સ્ટિટ્યુશન ઑફ ફાયર એન્જિનિયર્સએ વર્ષ ૧૯૯૪થી સતત આ પ્રકારની આંતરરાષ્ટ્રીય પરિષદોનું આયોજન કરવાનું કાર્ય હાથ ધર્યું છે અને આ સોળમી પરિષદ છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અને અનુભવી નિષ્ણાતોને ફાયર, લાઈફ સેફ્ટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતા જુદા જુદા વિષયો પર પેપર રજૂ કરવા તથા મંતવ્યોનું આદાનપ્રદાન કરવા માટે આમંત્રિત કર્યા છે. જેના થકી ભાગ લેનાર તમામ લોકોને નિષ્ણાતોના જ્ઞાન અને અનુભવનો લાભ મળશે.

તેમણે કોન્ફરન્સની સાથે સાથે આગ અને આફતોનો અસરકારક રીતે સામનો કરવા માટે નવીનતમ ઉપકરણો, સાધનો અને ગેજેટ્સનું એક્ઝિબિશનના આયોજનને બિરદાવીને જણાવ્યું હતું કે કોન્ફરન્સમાં હાજરી આપનારા પ્રતિનિધિઓ એક્ઝિબિશનની મુલાકાત લેશે અને પ્રદર્શિત ઉત્પાદનોને જાણવા માટે ઉત્પાદકો સાથે વાર્તાલાપ કરશે અને ફાયર અને ઇમરજન્સી સંબંધિત સેવાઓના વિકાસ માટે યોજનાઓ બનાવતી વખતે પ્રાપ્ત જ્ઞાનનો સંપૂર્ણ ઉપયોગ કરશે.

ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ-GIDMના ડાયરેક્ટર જનરલ પી.કે. તનેજાએ કહ્યું હતું કે, ડેવલપમેન્ટ એન્ડ ડિઝાસ્ટર એકબીજા સાથે જોડાયેલા છે જ્યાં નવી નવી ઇમારતો બને છે ત્યાં આગ સહિતની ઘટનાઓની શક્યતા રહેલી છે. ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે સંશોધન, અભ્યાસ અને તાલીમ માટે ગાંધીનગર ખાતે GIDMની સ્થાપના કરવામાં આવી છે, જેના થકી આ ક્ષેત્રે જોડાયેલા ગુજરાત, ભારત સહિત વિશ્વભરના અનેક યુવાનોને તાલીમ આપવામાં આવી છે. આ માટે GIDM દ્વારા એક પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

ઉત્તરપ્રદેશ ફાયર સર્વિસના DG અવિનાશ ચંદ્રાએ ઉત્તરપ્રદેશ અને અન્ય પ્રદેશમાં અત્યાર સુધી બનેલી આગની ભયંકર ઘટનાઓ વિશે પોતાના અનુભવો વર્ણવીને આધુનિક ટેકનોલોજી થકી તેનાથી બચવાના ઉપાયો સૂચવ્યા હતા.

ઇન્સ્ટિટયૂટ ઓફ ફાયર એન્જિનિયર્સ-IFE ઇન્ડિયાના પ્રમુખ પી. કે. રાવે સ્વાગત પ્રવચન કરીને ગુજરાતમાં પ્રથમવાર તા. ૧૫ થી ૧૭ સપ્ટેમ્બર સુધી યોજાનાર ત્રિદિવસીય કોન્ફરન્સની રૂપરેખા આપી હતી, જ્યારે IFEના DG ડૉ. યુ.એસ. ચિલ્લરએ આભારવિધિ કરી હતી.

મંત્રી મોરડીયાએ હેલીપેડ ખાતે યોજાયેલ ફાયર ઇન્ડિયા અંગેના આધુનિક ઉપકરણોના એક્ઝિબિશનનો પ્રારંભ કરાવીને GIDM, ગુજરાત ફાયર બ્રિગેડ, ONGC સહિતના વિવિધ કંપનીઓના સ્ટોલ્સની મુલાકાત લઈને મહત્વની માહિતી મેળવી હતી.

IFE-ઇન્ડિયાના ઉપક્રમે 'સસ્ટેનેબલ ડેવલપમેન્ટ બાય ચેલેન્જિંગ ઇસ્યૂઝ ઓન ફાયર, સેફટી એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ'ની થીમ સાથે યોજાયેલી ત્રિદિવસીય કોન્ફરન્સમાં વિવિધ ટેકનીકલ અને સંવાદ સત્રો યોજાશે જેમાં ગુજરાત સહિત ભારતભરના વિવિધ રાજ્યોના ફાયર તજજ્ઞો પોતાના સંશોધનો વિચારો અને અનુભવો શેર કરશે.

મંત્રી મોરડીયાની વિશેષ ઉપસ્થિતિમાં IFE-ઇન્ડિયા અને CEDMS-GGSIPU-દિલ્હી વચ્ચે સમજૂતી કરાર, ફાયર સેફટી સાથે જોડાયેલા ડૉ. એસ. એમ. અલી, ડૉ. પ્રબોધ પનિન્દ્રે અને ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીના ડાયરેક્ટર કે.કે. બિશ્નોઈને માનદ ફેલોશીપ એવોર્ડ તેમજ હરીશ ધર્મશિને ગ્લોબલ ફૂટ પ્રિન્ટ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કોન્ફરન્સમાં ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા, ફાયર સેફટી સાથે જોડાયેલી વિવિધ કંપનીઓ, ઉદ્યોગપતિઓ, તજજ્ઞો અને વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X