આણંદના દહેમી ગામે ગણેશ વિસર્જનવેળા બે જૂથ બાખડ્યા, 12ને ઇજા

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે શનિવારે આંણદ જિલ્લાના બોરસદના દહેમી ગામે ગણેશ વિસર્જન દરમિયાન લોકો ગુલાલ ઉડાવી રહ્યાં હતા અને બેન્ડ વગાડી રહ્યાં હતા, જે સમયે ગુલાલનો કેટલોક અંશ એક જૂથના લોકોની દિવાલ પર લાગ્યો હતો. ત્યારબાદ આ મુદ્દે બન્ને જૂથના લોકો વચ્ચે બોલાચાલી શરૂ થઇ હતી અને તેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં આ બનાવમાં 12 લોકો ઇજાગ્રસ્ત થયાં હતા.
પોલીસે જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં ઇજા પામનારાઓને કરમસદ ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે. પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે હાલ સ્થિતિ પર કાબુ મેળવી લેવાયો છે.












Click it and Unblock the Notifications
