Video: રસ્તા પર ચીસો પાડતી યુવતી અચાનક ઊંધું દોડવા લાગી
ગુજરાતના સુરતમાં એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક યુવતી રાત્રે રસ્તા પર અજીબ અવાજો કાઢી ચાલે છે.
ગુજરાતના સુરતમાં એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક યુવતી રાત્રે રસ્તા પર અજીબ અવાજો કાઢી ચાલે છે. અચાનક તે ઊંધું દોડવા માંડે છે. દોડતા દોડતા તે રસ્તા પર પડી જાય છે.

લોકો આમતેમ દોડવા માંડે છે
મળેલી માહિતી મુજબ આ વીડિયો સુરતના અડાણજ વિસ્તારનો છે. જો કે, આની પુષ્ટિ થઈ શકી નથી. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે યુવતી ડરામણી રીતે ચીસો પાડી ચાલી રહી છે. અચાનક તે તેજ ગતિથી ઊંધું ચાલવા માંડે છે, જેને જોઈને ત્યાં હાજર લોકો પણ આમતેમ દોડતા જોવા મળે છે.
વીડિયો સાથે યુવતીના શરીરમાં આત્માનો મેસેજ વાયરલ
આ વીડિયો સાથે યુવતીના શરીરમાં આત્મા પ્રવેશવાનો મેસેજ પણ વાયરલ થયો છે. આ વીડિયોમાં, એક હોરર ફિલ્મની જેમ, યુવતી થોડું ઊંધું દોડ્યા પછી ત્યાં અચાનક પડી જાય છે.
આ પણ જુઓ: VIDEO: પૂર વિસ્તારની મુલાકાત લેવા ગયેલા બીજેપી સાંસદ નદીમાં પડ્યા












Click it and Unblock the Notifications
