For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘વિટ્ઠલે’ લજવ્યું ‘મોહન’નું નામ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ. પોરબંદર શબ્દ પોતાની અંદર સત્ય અને અહિંસાના પ્રતીક રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનો પર્યાય છે. ગઈકાલે તો તિથિ પ્રમાણે મહાત્મા ગાંધીની જન્મ જયંતી એટલે કે રેંટિયા બારસ પણ હતી. તેમની જન્મ જયંતીએ જ ગાંધીજીના જન્મ સ્થળ એટલે કે પોરબંદરનું પ્રતિનિધિત્વ કરનાર સાંસદ વિટ્ઠલ રાદડિયાએ દબંગાઈનો નિકૃષ્ટ નમૂનો રજૂ કર્યો.

Vitthal Radadia

પોરબંદરથી કોંગ્રેસ સાંસદ વિટ્ઠલે ટોલ ટૅક્સ બૂથે જે ગુંડાગિરી કરી, તે ગાંધીગિરીની બિલ્કુવ વિપરીત હતી. તેનાથી સ્પષ્ટ સંદેશો જાય છે કે વિટ્ઠલે મોહન એટલે કે મહાત્મા ગાંધીનું નામ લજવ્યું છે. એમ પણ વિટ્ઠલ રાદડિયા પોતાની રાજકીય દબંગાઈ માટે ખ્યાત રહ્યાં છે. ચુંટણી પંચ સમક્ષ રજૂ કરાયેલ દસ્તાવેજો જુઓ તો તેમની દબંગાઈના ઘણાં કિસ્સાઓ સામે આવી જશે. એ વાત ઓર છે કે તમામ આરોપો અને કેસો જ હશે અને ભારતીય બંધારણ મુજબ જયાં સુધી કોર્ટ દ્વારા કોઈને દોષી ન ઠેરવાય, ત્યાં સુધી તેને દોષી ગણાતું નથી.

રાદડિયાએ ગઈકાલે વડોદરા જિલ્લામાં કરજણ તાલુકાના ટોલટૅક્સ બૂથે ટોલટૅક્સ ન ભરવાના મુદ્દે બૂથ અધિકારીને રાઈફળ બતાવી હોબાળો મચાવ્યો, ધમકીઓ આપી અને દબંગાઈ કરી. ભારે વિવાદને પગલે ટ્રાફિક જામ થઈ ગયો. તેમની વિરુદ્ધ પોલીસે કેસ નોંધ્યો છે.

ધોરાજી નથી ભાઈ...

રાદડિયાને અહેસાસ નથી કે તેઓ ભલે મૂળત્વે ધોરાજીનાં છે, પરંતુ હવે તેઓ માત્ર ધોરાજીનું પ્રતિનિધિત્વ નથી કરતાં. ધોરાજી રાજકોટ જિલ્લાનો ભાગ છે. રાદડિયા 2009માં પ્રથમ વાર સાંસદ ચુંટાયા છે. તે અગાઉ સુધી તેઓ ધારાસભ્ય હતાં. તેઓ પાંચ વાર ધોરાજીમાંથી ચુંટણી જીતી ચુક્યાં છે. 1990, 1995, 1998, 2002 અને2007ની ચુંટણીઓમાં તેઓ ધોરાજી વિસ્તારના ધારાસભ્ય તરીકે ચુંટાયા હતાં, પરંતુ 2009ની લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસે તેમને પોરબંદર સંસદીય મત વિસ્તારમાંથી ટિકિટ આપી અને તેઓ સાંસદ તરીકે ચુંટાયાં. રાદડિયાને અહેસાસ હોવો જોઇએ કે તેઓ હવે ધોરાજી સુધી સીમિત નથી રહ્યાં. તેઓ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદરનું પણ પ્રતિનિધિત્વ કરે છે. તેમના સંસદીય મત વિસ્તારમાં પોરબંદર જિલ્લાની બે વિધાનસભા બેઠકો પોરબંદર અને કુતિયાણા આવે છે તથા રાજકોટની જેતપુર, ધોરાજી, જૂનાગઢની માણાવદર તેમજ કેશોદ વિધાનસભા સીટો પણ આવે છે.

જનપ્રતિનિધિને ન છાજે આવો વ્યવહાર

રાદડિયાએ સમજવું જોઇએ કે ધોરાજીમાં તો બધું ચાલી ગયું. હવે તેઓ માત્ર ધોરાજીના નથી. અને એમ પણ ધોરાજીની જ વાત કરીએ, તો પણ રાજકોટ જિલ્લાનો ભાગ છે. રાજકોટમાં મહાત્મા ગાંધીની સ્કૂલ છે. આમ ધોરાજીના થઈને પણ રાદડિયાએ આવો વ્યવહાર કરી મોહનના શિક્ષણ સ્થળને લજ્જિત કર્યું કહેવાય. અને તમામ વાતોની એક વાત. એક જનપ્રતિનિધિ તરીકે તો આ પ્રકારનો વ્યવહાર કોઈ પણ રીતે શોભનીય ન જ હોઈ શકે.

English summary
Porbandar congress MP Vitthal Radaia has ashamed Father Of Nation Mahatma Gandhi's Name.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X