For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મતપેટીમાંથી નીકળ્યો મતદારોનો રોષ, લખ્યુ - 'આ ગધેડાએ 5 વર્ષ બગાડ્યા'

ગુજરાતમાં હાલમાં જ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ ગઈ. જેમાં રોષે ભરાયેલા મતદારોએ મતદાન પેટીમાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાતમાં હાલમાં જ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ ગઈ. જેમાં રોષે ભરાયેલા મતદારોએ મતદાન પેટીમાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ઘણી મતપેટીમાં મતદારોએ મતની સાથે એવા લખાણો લખ્યા હતા કે જેને ખોલતા જ કર્મચારીઓ માટે રમૂજ થઈ ગઈ હતી. કર્મચારીઓએ વિવિધ જિલ્લામાં બેલેટ પેપરમાંથી મત ગણતરી કરવાની શરુ કરી હતી.

voting

ગાંધીનગર જિલ્લામાં પણ બેલેટ પેપરથી મત ગણતરી શરુ કરવામાં આવી હતી. મંગળવારના રોજ આ મત ગણતરી થઈ રહી હતી. જેમાં બેલેટ પેપરમાંથી અનેક ચિઠ્ઠીઓ નીકળી હતી જેના કારણે કર્મચારીઓમાં રમૂજ ફેલાઈ ગઈ હતી. એક ચિઠ્ઠીમાં લખ્યુ હતુ કે, 'આ ગધેડાએ ગામના પાંચ વર્ષ બગાડ્યા.' મતદારોએ વિવિધ રીતે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.

તમને જણાવી દઈએ કે એક ચિઠ્ઠી એવી પણ હતી જેના પર માતાનુ લખાણ લખ્યુ હતુ. એક મતપેટીમાંથી બેલેટ પેપર પર પેનથી મોટી ચોકડી મારી હતી. એક મતપેટીમાંથી 10 રુપિયાની નોટ નીકળી હતી. જો કે આ પ્રકારના મત રદ કરવામાં આવ્યા હતા. વળી, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ માટે રૂપિયા 15000ની ખર્ચ મર્યાદા રાજ્યના ચૂંટણી પંચે કરી હોવાની માહિતી સરપંચના ઉમેદવારોને આપી હતી. મતગણતરી વખતે પરિણામ આવી ગયા બાદ ગણતરીની કામગીરી કરી રહેલા કર્મચારીઓને સરપંચના ઉમેદવારો રૂપિયા 15000ની ગ્રાન્ટ સરકાર ક્યારે આપશે તેવી માંગણી કરતા કર્મચારીઓમાં હાસ્યનુ મોજુ ફરી વળ્યુ હતુ.

English summary
Voters anger erupts from ballot box, writes - 'This donkey wasted 5 years'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X