7 જન્મો સાથે રહેવાના વચન આપનાર 7 દિવસ પણ સાથે ના રહ્યો....
વાડિયાની યુવતીને દેહવેપારમાંથી બહાર નીકળાની લગ્ન કરનાર યુવકની ખબર ગુજરાતના મોટાભાગના સમાચારોમાં છપાઇ હતી. પણ હવે તેમાં એક મોટો ધટસ્ફોટ પણ થયો છે કે તે યુવતીનો પતિ, પહેલેથી જ પરણીત છે અને તેને બે બાળકો પણ છે. આ ખુલાસો ખુદ યુવકના પરિવાર દ્વારા પોલિસ સમક્ષ કરવામાં આવ્યો હતો. જે બાદ યુવક યુવતીને મૂકી ભાગી ગયો હતો. હાલ યુવતી નારી સંરક્ષણ ગૃહમાં છે.
ત્યારે વિધિની વક્રતા તો જુઓ જે યુવકે 7 જન્મોના સાથે જીવવાના વચન આપ્યા હતા તે આ યુવતી સાથે 7 દિવસ પણ ના રહ્યો. જો કે તેનાથી પણ મોટી વાત એ છે કે યુવતીને હાર નથી માની. પોતાની સાથે જે પણ થયું તે બધુ ભૂલાવીને તે આગળનું વિચારી રહી છે. યુવતીએ ભણીને પગભર થવાનો નિર્ણય લીધો છે. અને એટલું જ નહીં નરકમાંથી બહાર નીકાળવા માટે યુવકનો આભાર પણ માન્યો છે.

જો કે ખરેખરમાં આ યુવતીની હિંમતને દાદ આપવી જોઇએ. કારણ કે તેવી અનેક યુવતીઓ છે જે વાડિયા જેવા ગામોની અમાનવીય પરંપરાથી પીડાઇ રહી છે. વાડિયા ભારતના તેવા અનેક ગામોમાંથી એક છે જ્યાં યુવતીનું ભાવિ જન્મથી નક્કી કરી દેવામાં આવે છે કે તે મોટી થઇને "વેશ્યા" બનશે. આ વાત સામે પોતાનો અવાજ ઉઠાવીને પોતાના ચીલે ચીલવાની આ યુવતી જે પહેલ છે તે ખરેખરમાં સરાહનીય છે.












Click it and Unblock the Notifications
