For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર ગુજરાતના ડેમમાં સંગ્રહ ક્ષમતાનું 12 ટકા પાણી બચ્યું

ઉત્તર ગુજરાતના ડેમમાં સંગ્રહ ક્ષમતાનું 12 ટકા પાણી બચ્યું

|
Google Oneindia Gujarati News

ઉત્તર ગુજરાત અને કચ્ચના ડેમોમાં ક્ષમતાના મુકાબલે 12થી 15 ટકા જ પાણીનો સંગ્રહ બચ્યો છે. નર્મદા ડેમ સહિત 207 ડેમોમાં ક્ષમતાના મુકાબલે 40.24 ટકા જ જળ સંગ્રહ બચ્યું છે. 28 ડેમ તો એવા છે કે 11 ખાલીખમ પડ્યા છે અને 17માં એક ટકાથી પણ ઓછું પાણી છે. વિસ્તારના આધારે જોવામાં આવે તો ગુરુવાર સુધી સૌથી સારી સ્થિતિ દક્ષિણ ગુજરાત વિસ્તારની છે. આ વિસ્તારમાં કુલ 13 ડેમોમાં 8624.78 મિલિયન ક્યૂબિક મીટર સંગ્રહની ક્ષમતા છે. જેના મુકાબલે ગુરુવાર સુધી 3919.84 એમસીએમ પાણી બચ્યું છે, જે 45.45 ટકા છે.

dam

સૌથી કમજોર સ્થિતિ ઉત્તર ગુજરાતની છે, જ્યાંના 15 પ્રમુખ ડેમોની જળસંગ્રહ ક્ષમતા 1929.29 એમસીએમના મુકાબલે માત્ર 234.17 એમસીએમ પાણી જ બચ્યું છે. જે 12.14 ટકા છે. આ ઉપરાંત કચ્છ વિસ્તારના 20 ડેમોની સંગ્રહ ક્ષમતા 332.27 એમસીએમ છે જેના મુકાબલે હવે 51.30 એમસીએમ (15.44%) પાણી રહ્યું છે. સૌથી વધુ 141 ડેમ વાળા સૌરાષ્ટ્રમાં પણ તેજીથી પાણી ઘટ્યું છે. આ ડેમોમાં જળ સંગ્રહની ક્ષમતા2588.49 એમસીએમ છે જેના મુકાબલે 647.60 એમસીએમ (25.02%) પાણી બચ્યું છે. દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતના ડેમોમાં સારી સ્થિતિ છે. મધ્યગુજરાતના કુલ 17 ડેમોમાં 2332.01 એમસીએમ જળ સંગ્રહની ક્ષમતા છે અને હાલ 817.26 એમસીએમ (35.06%) જળ સંગ્રહ રહેલ છે.

રાજ્યમાં નર્મદા ડેમને છોડી અન્ય પ્રમુખ 206 ડેમોમાં ગુરુવાર સુધી સંગ્રહ ક્ષમતાના 35.87% જળ સંગ્રહ જ બચ્યો છે. આ તમામ ડેમોમાં 15805.84 એમસીએમ જળ સંગ્રહની ક્ષમતા છે. હાલની સ્થિતિમાં 5670.17 એમસીએમ જળ સંગ્રહ બચ્યું છે.

નર્મદા ડેમમાં 48% જળ સંગ્રહ

નર્મદા ડેમમાં ગુરુવારની સ્થિતિ સુધી જળ ક્ષમતાના 47.53 ટકા જળ સંગ્રહ ઉપલબ્ધ છે. ડેમની જળ સંગ્રહની ક્ષમતા 9460 એમસીએમ છે અને હાલ 4496.64 એમસીએમ પાણી બચ્યું છે. આ ડેમનું જળસ્તર (મહત્તમ) 138.68 મીટર છે જેમાં હાલની સ્થિતિમાં જળનું સ્તર 117 મીટર પર છે.

11 ખાલીખમ અને 17માં એક ટકો પણ પાણી નથી

રાજ્યના પ્રમુખ 206 ડેમમાંથી 11 ડેમ સંપૂર્ણપણે ખાલી પડ્યા છે જ્યારે બીજી તરફ 17 ડેમોમાં જળ સંગ્રહની ક્ષમતાનું એક ટકો પાણી પણ બચ્યું નથી. રાજ્યના પ્રમુખ ડેમોમાંથી 9માં જ 50 ટકાથી વધુ જળ સંગ્રહ બચ્યું છે.

English summary
water storage 12 percent in the dam of North Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X