'મોદીના પ્રધાનમંત્રી બનવાનું સપનું તોડી નાખીશું'

કામતે જણાવ્યું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધું છે કે મોદીનો જાદુ 2014ના લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં કોઇ પણ પ્રકારે મદદ નહીં કરે. કામત અત્રે કોંગ્રેસના નેતાઓ, હોદ્દેદારો અને મધ્ય ગુજરાતના અન્ય નેતાઓને મળવા અત્રે આવ્યા છે.
કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે મોદીને ભાજપાની ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવાના કારણે કોંગ્રેસને વધારે લોકસભાની બેઠકો જીતવામાં મદદ મળશે. તેમણે જણાવ્યું કે 'ભાજપા મોદીનું નામ ઉછાળી રહી છે પરંતુ તેમનો જાદુ ગુજરાત સુધી પૂરતો છે. તેઓ દેશના અન્ય રાજ્યોમાં કોઇ જાદુ કરી શકવાના નથી. લોકો તેમના વાસ્તવિક ચહેરાને ઓળખી ગયા છે અને તેઓ તેમની પર વિશ્વાસ નથી કરતા. આ માત્ર એક રાજનૈતિક તિકડમ છે.'
આ ઉપરાંત કામતે મોદીના 'બુર્ખા' અને 'પપ્પી ના બચ્ચા' જેવા નિવેદનો પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેઓ પોતાને 'હિન્દુ રાષ્ટ્રવાદી' નેતા ગણાવે છે, જે માત્ર એક રાજનૈતિક નાટક છે.












Click it and Unblock the Notifications
