• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Weather: અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના, કચ્છમાં બે દિવસ યલો એલર્ટ

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં હાલમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. જો કે, અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં સતત બીજા દિવસે તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધવામાં આવ્યો છે. રવિવારે ખેડામાં 45 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. વળી, કંડલા એરપોર્ટમાં 43, અમદાવાદમાં 41.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં બેથી ત્રણ દિવસ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

કચ્છમાં ગરમીના પ્રકોપને પગલે બે દિવસ માટે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વળી, રાજ્યભરમાં આગામી ત્રણથી ચાર દિવસ તાપમાનમાં સ્થિરતા રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રવિવારે રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયુ હતુ. ખેડામાં 45 ડિગ્રી સાથે રેકૉર્ડબ્રેક ગરમી નોંધાઈ હતી. જો કે, રાજ્યમાં વડોદરા, ભૂજ, ડીસા, ગાંધીનગર, ભાવનગરમાં છેલ્લા બે દિવસની તુલનામાં તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો.

અમદાવાદની વાત કરીએ તો રવિવારે દિવસ દરમિયાન 41.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રી વધુ નોંધાયુ હતુ. આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદનુ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે પરંતુ 21 એપ્રિલ સુધી ફરથી અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી વધી શકે છે.

English summary
Weather: 41 degree temperature expected in Ahmedabad, two days yellow alert in Kutch
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X