Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતાના વાતાવરણમાં ફરીથી પલટો, બે દિવસ રહેશે વાદળછાયું

ગુજરાતના વાતાવરણમાં ફેરફાર. 21 અને 22 ડિસેમ્બર રહેશે વાદળછાયું વાતાવરણ. જણો આ અંગે વધુ અહીં.

આજે સવારથી અમદાવાદ અને તેની આસપાસ તેમજ બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સૌથી ઓછું આજે ૧૫ ડિગ્રી નોંધાયું હતું તો અંબાજી પંથકમાં ફરી એક વાર વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે અને આજે વહેલી સવારથી અંબાજી વિસ્તારમાં કાળા ડીબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા હતા. અને વાતાવરણમાં શીત લહેર પ્રસરી ગઈ હતી. ઘેરાયેલા વાદળોના પગલે ખેડૂતો રવી પાકને લઈને ચિંતિત છે ઉલ્લેખનીય છે કે ઓખી ચક્રવાતના કારણે થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં કમોસમી માવઠાં થયા હતા અને ખેડૂતોએ નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.

cloud

ત્યારે ફરી એક વાર આ પ્રકારનો માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતા પેઠી છે. બીજી બાજુ હવામાન વિભાગના ડારેક્ટર જંયત સરકારે જણાવ્યું હતું કે ગુજરાતમાં હજી બે દિવસ સુધી આ પ્રમાણેને વાદળછાયો માહોલ રહેશે તેમજ ઠંડા પવનો પણ ફૂંકાશે. જે રીતે શિયાળામાં વાતાવરણમાં પલટો આવી રહ્યો છે તેના કારણે તાવ શરદી, વાઇરલ તાવ તેમજ મચ્છરજન્ય તાવમાં પણ વધારો થયો છે અને જે લોકોમ દમ અને શ્વાસની બીમારીથી પીડાય છે તેવા લોકો તેમજ બાળકો અને વૃદ્ધોને આ વાતાવરણની નકારાત્મક અસરોનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી ૪૮ કલાક સુધી વાદળો રહેસે અને ત્યાર બાદ વાદળો વિખેરાશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X