ડિસેમ્બર મહિનામાં આવી શકે છે વાવાઝોડું, જાણો તાજી આગાહી

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી 15 નવેમ્બર સુધીમાં રવી પાકો માટે હવામાન સુધરશે. કૃષિ ક્ષેત્રે આ સમયગાળો અનુકૂળ રહેવાની સંભાવના છે. રાજ્યમાં હવે ઠંડા પવનો ફૂંકાશે, જેનું મુખ્ય કારણ ઉત્તર એશિયા અને કેસ્પિયન સમુદ્રના ઠંડા પવનો છે, જે પાકિસ્તાન થઈને ઉત્તર ભારતમાં પ્રવેશી રહ્યા છે.

રાજ્યનું ન્યૂનતમ તાપમાન 17 થી 18 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે, જ્યારે 16 નવેમ્બર પછી મહત્તમ તાપમાન 31 ડિગ્રી આસપાસ પહોંચશે. લાંબા ગાળે લા નીનોના સંકેતોને જોતા આ વર્ષે વધુ ઠંડી પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

15 નવેમ્બર પછી ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપની શરૂઆત થશે, જે 15 દિવસના તબક્કામાં આવશે. 24 નવેમ્બર બાદ આ પશ્ચિમી વિક્ષેપ મેદાની વિસ્તારોમાં ઠંડીનું મોજું લાવી શકે છે.

બંગાળના ઉપસાગરમાંથી આવતા ભેજના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 18 નવેમ્બર પછી બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે, અને 24 નવેમ્બર પછી ત્યાં વાવાઝોડું બનવાની પણ શક્યતા છે.

આ કમોસમી વરસાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોને અસર કરી શકે છે. ડિસેમ્બરની શરૂઆતમાં ફરીથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે.

ડિસેમ્બર મહિનામાં ક્યારેક વાદળછાયું વાતાવરણ સાથે માવઠું આવી શકે છે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પણ તબક્કાવાર કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X