Weather Gujarat: વરસાદનુ જોર ઘટ્યુ, ખેડૂતો ચિંતામાં, હવે કેવુ રહેશે ચોમાસુ, અહીં જાણો આગાહી

Weather Gujarat: ગુજરાત પર હાલમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. મોનસુન ટ્રોફ ઉત્તર ભારત તરફ જતુ રહ્યુ છે. ઓફશોર ટ્રોફનુ જોર પણ ઘટ્યુ છે. જેના પરિણામે રાજ્યમાં વરસાદનુ પ્રમાણ ઓછુ થઈ ગયુ છે.

વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતો હવે ચિંતામાં આવી ગયા છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હળવો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

weather

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર સહિત ઘણા સ્થળોએ હળવા વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરી છે. વળી, પાંચ દિવસ દરિયાકાંઠે ભારે પવનની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠે પવનની ગતિ 45થી 55 કિમી રહેશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે રાજ્યમાં 18 ઓગસ્ટ સુધી ભારે વરસાદની કોઈ સંભાવના નથી. છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. મોનસુન ટ્રોફ વધારે ઉત્તરમાં જતો રહ્યો હોવાથી ચોમાસામાં ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે. જેના પરિણામે વરસાદ ન થવાથી ખેડૂતોને પિયતના પ્રશ્નો ઉભા થયા છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે રાજ્યમાં પવનની ગતિ અને ભેજનુ પ્રમાણ વધુ છે. પવનની ગતિ ઘટ્યા બાદ વરસાદી સિસ્ટમ બનવાની સંભાવના છે. વળી, તેમણે ખેડૂતોને પિયતની જરુર હોય તો પાણી આપી દેવાની સલાહ આપી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં પણ વરસાદની સંભાવના છે. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, જામનગર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરુઆત સુધી સારો વરસાદ પડવાની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X