રાજ્યમાં આગામી ત્રણ દિવસ હીટવેવની હવામાન વિભાગની આગાહી

રાજ્યના મોટાભાગના શહેરોમાં રવિવારે ગરમીનો પારે 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જાણો હવામાન વિભાગની આગાહી.

અમદાવાદઃ રાજ્યમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં રવિવારે ગરમીનો પારે 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી હજુ હીટવેવની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ 4 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અલગ-અલગ વિસ્તારોમાં હીટવેવની સંભાવના છે. સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ હીટવેવની સંભાવના છે.

હીટવેવની સંભાવના

હીટવેવની સંભાવના

હવામાન વિભાગની આગાહી મુજબ 5 એપ્રિલના રોજ જ્યારે બીજા દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેલાણા અને પાટણ, સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં ગીર સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છમાં હીટવેવની અસર જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ 6 એપ્રિલના રોજ બનાસકાંઠા અને કચ્છમાં હીટવેવની સંભાવના છે.

વધી રહ્યો છે ગરમીનો પારો

વધી રહ્યો છે ગરમીનો પારો

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં રવિવારે પણ અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો હતો. જેમાં અમદાવાદમાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 42 ડિગ્રી, અમરેલીમાં મહત્તમ 4 ડિગ્રી, રાજકોટમાં 41 ડિગ્રી, જૂનાગઢમાં 41 ડિગ્રી, ઈડરમાં 41 ડિગ્રી, વડોદરામાં 41 ડિગ્રી અને ડીસામાં મહત્તમ 41 ડિગ્રી અને કચ્છમાં મહત્તમ 41 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. જ્યારે બાકીના શહેરોમાં પણ ગરમીનો પારો વધી રહ્યો છે. જેના લીધે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે.

ઘરની બહાર ન નીકળવાની અપીલ

ઘરની બહાર ન નીકળવાની અપીલ

આ ઉપરાંત આગામી ત્રણ દિવસ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા અને પાલનપુરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હજુ પણ ગરમીનો પારો ઉપર જશે. જેને લઈને અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગ કામ વિના ઘરની બહાર ન નીકળવા માટે લોકોને અપીલ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X