રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર, ગરમીની શરૂઆતમાં જ પારો વધતા લોકોની મુશ્કેલી વધી.

રાજ્યભારમાં ગરમીનો પ્રક્રોપ વધ્યો છે. હીટવેવને લઇ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યો છે. અમદાવાદ, અમરેલી, સુરેન્દ્રનગર,જુનાગઢ, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ સહીત મોટા ભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ૪૩ થી ૪૫ ડીગ્રી તાપમાન હોય તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે. ૪૧.૫ થી ૪૩ ડીગ્રી જેટલો તાપમાન હોય તો યેલો એલર્ટ આપવામાં આવે છે. ૪૫ ડીગ્રીથી વધુ તાપમાન જતું રહે રેડ એલર્ટ આપવામાં આવે છે. હવામાન વિભાગ મુજબ રાજ્યભરમાં ૨૦ તારીખ પછી હીટવેવની અસર ઓછી થતા ગરમીથી રાહત મળે તેવી શક્યતા છે. હવામાન શાસ્ત્રીના જણાવ્યા મુજબ આગામી સમય ગુજરાત ભરમાં આવીજ સ્થિતિ જોવા મળશે અને તાપમાન વધવાની શક્યતા છે.

heat

રાજ્યના અમદાવાદ સહીત બીજા જિલ્લાઓ માં તાપમાન પારો ૪૩ ડીગ્રી વધુ નોંધાયો છે. ૪૩ ડીગ્રી તાપમાનને લઇ શહેર રોડ- રસ્તા ખાલી થઇ ગયા હતા. ૪૩ ડીગ્રીથી વધુ તાપમાનને લોકો ત્રાહિમામ થઇ ગયા છે. મોટી સંખ્યામાં લોકો ઠંડા પીણા અને શરબતની દુકાનો પર ગરમીથી બચવા માટે જોવા મળે છે. હીટવેવટને પહોંચવા માટે તંત્રએ તૈયારી દર્શાવી છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રસ્તા પર કોઈને લુ લાગે તો રાજકોટ આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો તેવું પણ જણાવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X