Gujarat Weather: માવઠુ મૂવ થયુ, અમુક જગ્યાએ હળવા વરસાદની સંભાવના, હવે પડશે હાડ થિજાવતી ઠંડી

Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં બે દિવસથી ચાલી રહેલા કમોસમી વરસાદ દરમિયાન હવે રાજ્યમાં સક્રિય થયેલ વરસાદી સિસ્ટમ મૂવ થઈ ચૂકી છે. હવે ભારે વરસાદની કોઈ સંભાવના નથી.

જો કે, રાજ્યમાં ઘણા સ્થળોએ હળવા વરસાદની સંભાવના યથાવત છે. આજે, એટલે કે 28 નવેમ્બરના રોજ બપોર સુધીમાં કેટલાક વિસ્તારોમાં માવઠુ થઈ શકે છે. રાજ્યમાં હવે ઠંડી વધી શકે છે.

winter

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ રાજ્યમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ હવે મૂવ થઈ ગઈ છે. જેના પગલે હવે લોકોને શિયાળામાં ચાલુ થયેલા કમોસમી વરસાદથી રાહત મળશે. સવારમાં ઘણી જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં હળવા વરસાદનુ અનુમાન છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ તેમજ કચ્છમાં છૂટાછવાયા હળવા વરસાદની સંભાવના છે. જો કે, બપોર પછી સમગ્ર રાજ્યમાં હવામાન સૂકુ રહેશે અને વરસાદની સંભાવના નહિવત છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં ઠંડીનુ જોર વધશે. કમોસમી વરસાદના કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો થયો છે. જેના પગલે હવે ઠંડીને ચમકારો અનુભવાશે. ડિસેમ્બર શરુ થતાં જ હાડ થિજાવતી ઠંડી પડશે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનમાં 4 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. અમદાવાદમાં ગઈ કાલે તાપમાન 18 ડિગ્રી હતુ. આ ઉપરાંત નલિયામાં 15 ડિગ્રી, ભૂજ અને ડીસામાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતુ.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 30 નવેમ્બરે ઉત્તરના પહાડો પર હિમવર્ષા થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે. જેના પરિણામે ઠંડી વધશે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી અત્યાર સુધીમાં 29 લોકોના મોત નીપજ્યા છે તેમ ઋષિકેશ પટેલે સ્વીકાર્યુ હતુ. કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ગુજરાત સરકાર દ્વારા 4 લાખની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે.

રવિવારે રાજ્યનાં 44 તાલુકાઓમાંએક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ થયો હતો. રાજ્યભરના ખેડૂતોને ખરીફ વાવેતરમાં નુકશાન થયુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X