Weather Update : ભુજમાં ગરમીનો 71 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, નોંધાયું સૌથી વધુ તાપમાન
Weather update : ગુજરાતમાં ભુજમાં ફેબ્રુઆરી મહિનાનું સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે. IMDના ભુજ સ્ટેશને 16 ફેબ્રુઆરીના રોજ મહિનાનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. આ તાપમાને છેલ્લા 71 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
Weather Update : ભારતીય હવામાન વિભાગ દ્વારા શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ભુજ શહેરમાં ફેબ્રુઆરીમાં સૌથી વધારે તાપમાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, ગત 71 વર્ષોનો રેકોર્ડ તૂટી ગયો છે. હવામાન વિભાગના ભુજ સ્ટેશન દ્વારા 16 ફેબ્રુઆરીના રોજ આ મહિનાનું સૌથી વધુ તાપમાન નોંધવામાં આવ્યું હતું.

આગામી બે દિવસ તાપમાન 38-40 ડિગ્રી રહેશે
IMD અમદાવાદ હવામાનશાસ્ત્ર કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીન લાલે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી માટે અગાઉનું સૌથી વધુ તાપમાન 19 ફેબ્રુઆરી 2017ના રોજ નોંધાયું હતું, જે 39 ડિગ્રી સેલ્સિયસ હતું. IMDની આગાહી અનુસાર, આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 38-40 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરી એ શિયાળામાંથી ઉનાળામાં જવાની મોસમ છે.
હીટ સ્ટ્રોકની શક્યતા નથી
તાપમાનમાં વધારો થવાના કારણો વિશે વાત કરતા વિજીન લાલે જણાવ્યું હતું કે, આ વખતે આકાશ સ્વચ્છ છે અને ઉત્તર-પૂર્વનો પવન ફૂંકાઈ રહ્યો છે અને દરિયાકાંઠાના વિસ્તારમાં દરિયાઈ પવનો વિલંબિત છે. હીટ વેવની કોઈ ચેતવણી નથી, પરંતુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન ઉંચુ રહેશે.
IMDએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે અને શનિવારની સવાર સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાન અનુક્રમે 16 અને 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
