For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં હાડ ધ્રૂજાવતી ઠંડી, નલિયા 8.1 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં હાલમાં હાડ ધ્રૂજાવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે ઠંડી વધવાની આગાહી કરી છે.

|
Google Oneindia Gujarati News

Coldwave In Gujarat: ગુજરાતમાં હાલમાં હાડ કંપાવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં આગામી એક અઠવાડિયામાં હજુ 2થી 3 ડિગ્રી પારો ગગડશે. રાજ્યમાં ઠંડા પવનોના કારણે લોકો ઠુઠવાઈ રહ્યા છે. સતત વધી રહેલી ઠંડીના કારણે રાજ્યમાં જનજીવન પર અસર પડી છે.

ઠંડા પવનોથી લોકો ઠુઠવાયા

ઠંડા પવનોથી લોકો ઠુઠવાયા

તીવ્ર પવનોના કારણે રાજ્યમાં હાલમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વ દિશામાં રાજસ્થાન કે જ્યાં કોલ્ડવેવની સ્થિતિ છે ત્યાંથી આવી રહેલા ઠંડા પવનોના કારણે લોકો ધ્રૂજી ઉઠ્યા છે. જૂનાગઢમાં અંબાજી સુધીના રોપ-વે અને દ્વારકાથી ઓખા દરિયામાં ચાલતી ફેરી બોટ સર્વિસને સાવચેતીના પગલાં રુપે બંધ કરી દેવામાં આવી હતી. પાવાગઢમં સુરક્ષાના કારણોસર રોપ-વે બંધ કરવામાં આવ્યુ હતુ.

હવામાન વિભાગે ઠંડી વધવાની કરી આગાહી

હવામાન વિભાગે ઠંડી વધવાની કરી આગાહી

રાજ્યમાં નલિયા 8.1 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યુ હતુ. જ્યારે અમદાવાદમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હજુ આગામી એક અઠવાડિયામાં 2થી3 ડિગ્રી પારો ગગડશે. ત્યારબાદ તાપમાન ઉંચુ જતા ઠંડી ઘટશે.

રાજ્યમાં શહેરોનુ તાપમાન

રાજ્યમાં શહેરોનુ તાપમાન

રાજ્યના અલગ-અલગ સ્થળોના તાપમાનની વાત કરીએ તો ગાંધીનગરમાં 10.5 ડિગ્રી, વડોદરામાં 11.6 ડિગ્રી, સુરતમાં 14.6 ડિગ્રી, ભૂજમાં 11.2 ડિગ્રી, અમરેલીમાં 13 ડિગ્રી, રાજકોટમાં 12.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

English summary
Weather Update: Cold wave in Gujarat, coldest city is Naliya with 8.1 degree, Know the IMD prediction for the state here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X