Weather Update: રાજ્યમાં બેવડી ઋતુનો માર, જાણો હવામાન વિભાગની આગાહી
Weather Update: ગુજરાત રાજ્યમાં હાલ બેવડી ઋતુ જોવા મળી રહી છે. રાજ્યમાંથી શિયાળા હવે વિદાય લઇ રહ્યો છે. હવામાન વિભાગ હજૂ ઠંડીનો એક રાઉન્ડ આવી શકે છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા હવામાનની આગાહી કરવામાં આવી છે કે, મહેસાણા જિલ્લામાં આકાશ વાદળછાયું રેહવાની શક્યતા છે. જોકે, વરસાદની સંભાવના નથી, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વાત કરવામાં આવે, તો 19 અને 20 ફેબ્રુઆરી, 2024 દરમિયાન મજબૂત રહેશે, તો જિલ્લાના છૂટોછવાયો વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા છે.

તારીખ 20 અને 21 દરમિયાન અમરેલી જિલ્લાનું હવામાન ઠંડુ, ભેજવાળું અને આંશિક વાદળછાયુ રહેવાની શક્યતા છે. પાંચ દિવસ મહત્તમ તાપમાન 32-33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17-19 ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે. તારીખ 20 થી 22 ફેબ્રુઆરી દરમિયાન જિલ્લામાં ઘણા વિસ્તાઓમાં ધુમ્મસ આવવાની શક્યતા છે. તારીખ 20 ફેબ્રુઆરીના રોજ અમુક વિસ્તારોમાં હળવા વરસાદી છાંટાની શક્યતા રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં વાવાઝોડા અને તેજ પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ આ સમયગાળા દરમિયાન કરા પડવાની સંભાવના છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ-પૂર્વ મધ્ય પ્રદેશ, ઓડિશાના ઉત્તર કિનારે અને સિક્કિમમાં છૂટોછવાયો વરસાદ થયો છે. પશ્ચિમ હિમાલય અને પંજાબ અને હરિયાણાના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે. હરિયાણામાં એક-બે સ્થળોએ શીત લહેર પ્રવર્તી રહી છે. બિહાર અને દરિયાકાંઠાના ઓડિશાના અલગ-અલગ વિસ્તારોમાં ખૂબ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.
18 અને 19 ફેબ્રુઆરી 2024 ના રોજ હિમાચલ પ્રદેશમાં વિવિધ સ્થળોએ કરા પડવાની સંભાવના છે. 20 ફેબ્રુઆરી, 2024 ના રોજ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન સાથે કરા પડવાની સંભાવના છે. 19 અને 20 ફેબ્રુઆરી, 2024ના રોજ પંજાબમાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન સાથે કરા પડવાની સંભાવના છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
