સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવશે પશ્ચિમ રેલવે
Western Railway : વેકેશનના ધસારાને જોતા, પશ્ચિમ રેલવે ગુજરાતમાંથી અનેક સ્થળો માટે વિશેષ ટ્રેનો દોડાવી રહી છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સાબરમતી અને હરિદ્વાર વચ્ચે દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.
રેલવે દ્વારા ઉધનાથી જયનગર સુધી વિશેષ ટ્રેન પણ દોડાવવામાં આવશે.
વિશેષ ટ્રેનોની વિગતો
ટ્રેન નંબર 09425 સાબરમતી - હરિદ્વાર સ્પેશિયલ 31 મેથી 14 જૂન સુધી ચાલશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી દર શુક્રવાર અને સોમવારે 18:45 કલાકે ઉપડી બીજા દિવસે 19:00 કલાકે હરિદ્વાર પહોંચશે.
ટ્રેન નંબર 09426 હરિદ્વાર - સાબરમતી સ્પેશિયલ 1 જૂનથી 15 જૂન સુધી ચાલશે. આ ટ્રેન હરિદ્વારથી દર શનિવાર અને મંગળવારે 21:45 કલાકે ઉપડી સાબરમતી બીજા દિવસે 22:30 કલાકે પહોંચશે.

ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર અને જનરલ સેકન્ડ-ક્લાસ કોચનો સમાવેશ થાય છે. રૂટમાં ટ્રેન બંને દિશામાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, જવાઈ બંધ, ફાલના, રાની, મારવાડ જં, અજમેર, કિશનગઢ, ફુલેરા, રામસાગર, નિમ કા થાણા, નારનૌલ, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ સિટી, મુઝફ્ફરનગર અને રૂરકી સ્ટેશન ખાતે થોભશે.
ટ્રેન નંબર 09425 માટે બુકિંગ 26 મે, 2024ના રોજ તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે.












Click it and Unblock the Notifications
