વાવાઝોડા દરમિયાન દરિયાકાંઠે લગાવાતા સિગ્નલનો અર્થ શું થાય છે? 1 થી 12 નંબરના સિગ્નલને વિગતે સમજો
અરબ સાગરમાં સર્જાયેલુ બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાકાંઠાને એલર્ટ કરી દેવાયા છે. સ્થિતી પ્રમાણે વિવિધ બંદરો પર 1 થી 12 નંબરના સિગ્નલ લગાવાયા છે.
વાવાઝોડા દરમિયાન લગાવાતા સિગ્નલ વિશે તો બધા જાણે છે પરંતુ તેનો શું અર્થ થાય છે તેની કોઈને ખબર નથી. આજે અમે તમને દરિયાકાંઠે લગાવવામાં આવતા સિગ્નલ વિશે વિગતે જણાવવાના છીએ.

સિગ્નલ નંબર 01
જ્યારે પવનની ગતિ એકથી પાંચ કિલોમીટરની હોય ત્યારે એક નંબરનું સિગ્નલ લગાવાય છે. પવન બહુ ગંભીર નથી હોતો.
સિગ્નલ નંબર 02
પવનની ગતિ 6 થી 12 કિલોમીટર હોય.
સિગ્નલ નંબર 03
જ્યારે પવનની ઝડપ 13 થી 20 કિલોમીટરની ઝડપે હોય ત્યારે આ સિગ્નન લાગે છે.
સિગ્નલ નંબર 04
દરિયાકાંઠે 21 થી 29 કિલોમીટરની ઝડપે પવન ફુકાય.
સિગ્નલ નંબર 05
પવનની ગતી 30 થી 39 કિલોમીટરે પહોંચે ત્યારે 5 નંબરનું સિગ્નલ લાગશે.

સિગ્નલ નંબર 06
40 થી 49 કિલોમીટર ઝડપે પવન હોય ત્યારે ભયસુચક 6 નંબરનું સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર 07
જ્યારે પવનની ઝડપ 50 થી 61 કિલોમીટર પર પહોંચે ત્યારે આ સિગ્નલ લાગે છે.
સિગ્નલ નંબર 08
પવનની ઝડપ જ્યારે 62થી 74 કિલોમીટરની વચ્ચે હોય ત્યારે બંદર ઉપર આઠ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર 09
જ્યારે પવનની ઝડપ 75 થી 88 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર ભયસૂચક 09 નંબરનું સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર 10
જ્યારે દરિયામાં ફુકાતા પવનની ગતી 89 થી વધુ અને 102 કિલોમીટર પ્રતિકલાક વચ્ચે હોય ત્યારે 10 નંબરનું સિગ્નલ લાગે છે.
સિગ્નલ નંબર 11
દરિયામાં તોફાની પવન 103 થી 118 કિલોમીટર વચ્ચેની ઝડપે ફુંકાતો હોય ત્યારે 11 નંબરનું સિગ્નલ લગાવાય છે.
સિગ્નલ નંબર 12
પવનની ઝડપ 119થી 220 કિલોમીટર ની હોય ત્યારે બંદર ઉપર 12 નંબરનું સિગ્નલ લગાડવામાં આવે છે.












Click it and Unblock the Notifications
