રાજ્યમાં શું છે અત્યારસુધીની સ્થિતી, હજુ વરસાદની કેટલી ઘટ?

ગુજરાતમાં મોડે મોડે ચોમાસાએ મહેરબાની કરી છે. શરૂઆતથી લઈનેે સપ્ટેમ્બર સુધી રાહ જોવડાવ્યા બાદ હવે રાજ્યમાં સારા વરસાદના સમચાર છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ શરૂ થયેલી વરસાદની ઈનિંગ્સ હજુ આ આખો મહિનો ચાલે તેવી સંભાવના છે.

ગુજરાતમાં મોડે મોડે ચોમાસાએ મહેરબાની કરી છે. શરૂઆતથી લઈનેે સપ્ટેમ્બર સુધી રાહ જોવડાવ્યા બાદ હવે રાજ્યમાં સારા વરસાદના સમચાર છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ શરૂ થયેલી વરસાદની ઈનિંગ્સ હજુ આ આખો મહિનો ચાલે તેવી સંભાવના છે. હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં સર્જાયેલી બે વરસાદી સિસ્ટમ આખો સપ્ટેમ્બર મહિનો વરસાદ વરસાવશે.

Rain Forecast

રાજ્યમાં વરસાદના આંકડા પર વાત કરીએ તો અત્યારસુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 59.71 ટકા વરસાદ નોંધાયો છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સુધી રાજ્યમાં વરસાદની ઘટ 50 ટક ઉપર હતી તે હવે ઘટીને 32 ટકા થઈ ગઈ છે. સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ નોંધાતા આ ઘટ સતત ઘટી રહી છે. ગુજરાતમાં અત્યારસુધીમાં સિઝનનો સરેસાશ 19.74 ઈંચ વરસાદ નોંધાયો છે.

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી વાત કરીએ તો, ૧ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં સરેરાશ માત્ર ૧૧ ઈંચ એટલે કે સિઝનનો માત્ર 35 ટકા વરસાદ નોંધાયો હતો. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદને કારણે માત્ર 11 દિવસમાં જ બીજો 25 ટકા વરસાદ નોંધાયો છે. આમ સિઝનનો કુલ વરસાદ 35 ટકાએ પહોંચ્યો છે. આ મહિનાની શરૂઆતથી અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ 5.49 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો, સૌથી વધુ વડોદરામાં ૩.૮૧ ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ રાપરમાં ૩.૬૨ ઈંચ, ડીસામાં ૩.૫૮ ઈંચ, વિજયનગર અને પાદરામાં ૩.૫૪ ઈંચ વરસાદ નોંધાયો છે.

અહીં ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતી છે અને આ સ્થિતી આગામી દિવસોમાં બની રહેવાની પુરી સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X