For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...તો આ છે નરેન્દ્ર મોદી અને બીજેપીનો ગેમ પ્લાન!

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 10 જૂન: ભારતીય જનતા પાર્ટીએ આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી માટેની સંપૂર્ણ ભાગદૌડ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સોંપી દીધી છે. હવે દરેકના મનમાં એક જ સવાલ છે કે હવે મોદીના 'મિશન 2014'ને લઇને શું હશે પાર્ટીની યોજના? મોદીએ એવું તો શું પ્લાનીંગ કર્યું હશે કે છેલ્લા 9 વર્ષથી સત્તાથી દૂર રહેનાર તેમની પાર્ટી ફરી સત્તામાં આવી જશે.

જેટલો બીજેપીને મોદી પર વિશ્વાસ છે તેટલો જ વિશ્વાસ દેશની જનતાને પણ મોદી પાસે છે. મોદીના રાજતિલક બાદ રાજનાથ સિંહે પત્રકારોને સંબોધીત કરતા જણાવ્યું હતું કે 'નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન રહેશે. આ નિર્ણય દરેકની સહમતિથી લેવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીને મોદી પાસે ઘણી આશાઓ છે.'

આ ઉપરાંત અરૂણ જેટલીએ પણ પોતાના વક્તવ્યમાં રાજનાથ સિંહના નિર્ણયના વખાણ કર્યા અને નરેન્દ્ર મોદીના સામર્થ્યની સરાહના કરી તેમને શુભેચ્છા આપી હતી. તેમજ તેમણે એમ પણ જણાવ્યું હતું કે મોદીને સોંપાયેલી જવાબદારીમાં તેઓ જરૂર સફળ થશે.

સૂત્રોના હવાલાથી મળી રહેલા સમાચાર અનુસાર મોદીના રાજતિલકની સાથે જ પાર્ટીએ તેમની ચૂંટણી પ્રચારની યોજના તૈયાર કરી લીધી છે. જેની પર આવનાર થોડા દિવસોમાં અમલ થવા લાગશે.

1

1

પાર્ટીએ એક વ્યાપક ચૂંટણી અભિયાનનો એક ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. આવનાર કેટલાક દિવસોમાં મોદીટીમ તેની પર અમલ કરવા લાગશે.

2

2

17 જૂનના રોજ દિલ્હીમાં બીજેપીની મહત્વની બેઠક યોજાશે. બેઠકમાં ચૂંટણી પ્રચાર સમિતિના અન્ય સભ્યોના નામ પર ચર્ચા કરવામાં આવશે.

3

3

ચૂંટણી સમિતિ માટે 6 રાજ્યોની બીજેપીએ સભ્યોના નામની ભલામણ પણ કરી છે. સાથે સાથે ચૂંટણી અભિયાન માટે સૂત્રોચ્ચાર પણ સૂચવ્યા છે. પાર્ટીના 'મિશન 2014'ને શું નામ આપવામાં આવે. આની પર પણ ચર્ચા 17 જૂનની બેઠકમાં કરવામાં આવશે.

4

4

જૂન મહીનાના અંત સુધી નરેન્દ્ર મોદી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. આ દરમિયાન તેઓ આખા દેશમાં ભ્રમણ કરશે.

5

5

નરેન્દ્ર મોદીના એક નજીકના વ્યક્તિએ જાણકારી આપી છે કે જૂનથી સપ્ટેમ્બર માસની વચ્ચે મોદી લગભગ 75 રેલીયોનું આયોજન કરશે. જે ચૂંટણી અભિયાનનો પહેલો તબક્કો હશે.

6

6

મોદીના ચૂંટણી અભિયાનનો પહેલો તબક્કો 25 સપ્ટેમ્બરના રોજ ખત્મ થશે. આ દિવસે ભોપાલમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવશે. અને આ દિવસે દીનદયાલ ઉપાધ્યાયની જન્મતિથિ પણ છે.

7

7

ભાજપનું માનવું છે કે ચૂંટણી અભિયાન સમિતિના ચેરમેન તરીકે મોદીની વરણી તેમને આખા દેશમાં પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરવાનો અધિકાર આપે છે.

8

8

ગઇ ચૂંટણીને ધ્યાનમાં રાખતા હાલમાં કોઇ રથ યાત્રાની યોજના નથી. ટીમ મોદીનું માનવું છે કે ગુજરાતના મુખ્યમંત્રી આખા દેશમાં રેલીઓ દ્વારા જનતા સાથે વધુ સરળતાથી જોડાઇ શકે છે.

9

9

મોદીના મિશન 2014માં ઉત્તર પ્રદેશ સૌથી મહત્વનું રહેશે. ઉત્તર પ્રદેશના પરિણામો જ પાર્ટીનું ચૂંટણી પરિણામ નક્કી કરશે.

10

10

બિહાર, મહારાષ્ટ્ર અને હૈદરાબાદમાં પણ મોદીની મોટી રેલીઓનું આયોજન કરવામાં આવશે.

શું હશે મોદી અને બીજેપીનું મિશન 2014.. એક નજર..

1. પાર્ટીએ એક વ્યાપક ચૂંટણી અભિયાનનો એક ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. આવનાર કેટલાક દિવસોમાં મોદીટીમ તેની પર અમલ કરવા લાગશે.

2. 17 જૂનના રોજ દિલ્હીમાં બીજેપીની મહત્વની બેઠક યોજાશે. બેઠકમાં ચૂંટણી પ્રચાર સમિતિના અન્ય સભ્યોના નામ પર ચર્ચા કરવામાં આવશે.

3. ચૂંટણી સમિતિ માટે 6 રાજ્યોની બીજેપીએ સભ્યોના નામની ભલામણ પણ કરી છે. સાથે સાથે ચૂંટણી અભિયાન માટે સૂત્રોચ્ચાર પણ સૂચવ્યા છે. પાર્ટીના 'મિશન 2014'ને શું નામ આપવામાં આવે. આની પર પણ ચર્ચા 17 જૂનની બેઠકમાં કરવામાં આવશે.

4. જૂન મહીનાના અંત સુધી નરેન્દ્ર મોદી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. આ દરમિયાન તેઓ આખા દેશમાં ભ્રમણ કરશે.

5. નરેન્દ્ર મોદીના એક નજીકના વ્યક્તિએ જાણકારી આપી છે કે જૂનથી સપ્ટેમ્બર માસની વચ્ચે મોદી લગભગ 75 રેલીયોનું આયોજન કરશે. જે ચૂંટણી અભિયાનનો પહેલો તબક્કો હશે.

6. મોદીના ચૂંટણી અભિયાનનો પહેલો તબક્કો 25 સપ્ટેમ્બરના રોજ ખત્મ થશે. આ દિવસે ભોપાલમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવશે. અને આ દિવસે દીનદયાલ ઉપાધ્યાયની જન્મતિથિ પણ છે.

7. ભાજપનું માનવું છે કે ચૂંટણી અભિયાન સમિતિના ચેરમેન તરીકે મોદીની વરણી તેમને આખા દેશમાં પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરવાનો અધિકાર આપે છે.

8. ગઇ ચૂંટણીને ધ્યાનમાં રાખતા હાલમાં કોઇ રથ યાત્રાની યોજના નથી. ટીમ મોદીનું માનવું છે કે ગુજરાતના મુખ્યમંત્રી આખા દેશમાં રેલીઓ દ્વારા જનતા સાથે વધુ સરળતાથી જોડાઇ શકે છે.

9. મોદીના મિશન 2014માં ઉત્તર પ્રદેશ સૌથી મહત્વનું રહેશે. ઉત્તર પ્રદેશના પરિણામો જ પાર્ટીનું ચૂંટણી પરિણામ નક્કી કરશે.

10. બિહાર, મહારાષ્ટ્ર અને હૈદરાબાદમાં પણ મોદીની મોટી રેલીઓનું આયોજન કરવામાં આવશે.

English summary
What will be election campaign planing of Narendra Modi and BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X