Who is Bhikhaji Thakor: કોણ છે ભીખાજી ઠાકોર? સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપે આપી ટીકિટ
who is bhikhaji thakor: સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુજરાતમાં વધુ 7 લોકસભા ઉમેદવારો જાહેર કર્યા છે. આ યાદીમાં એક નવું નામ સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ભીખાજી ઠાકોરનું છે.
ભીખાજી ઠાકોર ભાજપના અરવલ્લી જિલ્લા મહામંત્રી છે. તેઓ હિંમતનગરમાં સાબરકાંઠા બેંકના વાઇસ ચેરમેન છે. તેઓ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) મેઘરાજના ચેરમેન છે.
હાલ ભીખાજી ઠાકોર (ડામોર) અરવલ્લી જિલ્લા ભાજપના મહામંત્રી પદ ધરાવે છે. આ સાથે જ સાબરકાંઠા કો ઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન પદ ધરાવે છે. ભાજપે અરવલ્લી જિલ્લામાંથી જ ઉમેદવારની પસંદગી કરી છે.

ભીખાજી ઠાકોર અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી આવતા મેઘરજ તાલુકાના હીરાટીંબા ગામના રહેવાસી છે. ભીખાજી ઠાકોર ધોરણ 10 પાસ છે. તેઓ 56 વર્ષના છે.
ઉલ્લેખનીય છે કે, ભીખાજી ઠાકોર આ અગાઉ જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડી ચૂક્યા છે. વર્ષ 2000, 2005 અને 2015માં સાબરકાંઠા જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે જીત્યા છે. આ દરમિયાન તેઓ એક વાર જિલ્લા પંચાયતમાં આરોગ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે.
મેઘરજ માર્કેટયાર્ડના ડાયરેક્ટર તરીકે પણ લાંબો સમય ચૂંટાયા હતા. આ ઉપરાંત મેઘરજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ડાયરેક્ટર, વાઇસ ચેરમેન રહી ચુક્યા છે. અરવલ્લી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે. જ્યારે 2022 થી મેઘરજ એપીએમસીના ચેરમેન તરીકે કાર્યરત છે. તેમજ હાલમાં સાબરકાંઠા સહકારી બેંકના વાઇસ ચેરમેન પણ છે.












Click it and Unblock the Notifications
