Who is Parag Desai: કોઁણ છે Wagh Bakri tea કંપનીના માલિક પરાગ દેસાઇ?
Who is Parag Desai: દેશની મશહુર કંપની Wagh Bakri tea બ્રાંડના એક્સિક્યુટિવ ડાયરેક્ટર અને માલિક પરાગ દેસાઇનું નિધન થયું છે. પરાગ દેસાઇ 49 વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની વિદિશા અને દીકરી પરીશા છે.
પરાગ દેસાઈ થોડા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ એક અઠવાડિયાથી વેન્ટિલેટર પર હતા. ગયા અઠવાડિયે તેઓ મોર્નિંગ વોક માટે ગયા હતા, જ્યાં બ્રેઈન હેમરેજ થતાં તેઓ પડી ગયા હતા. જે બાદ તેને દાખલ કરવામાં આવ્યો હતો.

સાત દિવસ વેન્ટિલેટર પર રહ્યા બાદ પરાગ દેસાઈનું 22 ઓક્ટોબરે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું. ચાલો જાણીએ કોણ હતા પરાગ દેસાઈ?
Who is Parag Desai - જાણો પરાગ દેસાઈ વિશે?
પરાગ દેસાઈ Wagh Bakri tea ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર રસેશ દેસાઈના પુત્ર હતા. પરાગ દેસાઈ પણ Wagh Bakri tea કંપનીના 6 ગ્રૂપ ઓફ ડિરેક્ટર્સમાંના એક હતા. પરાગ દેસાઈ કંપનીમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની પોસ્ટ પર હતા.
પરાગ દેસાઈએ અમેરિકાની લોંગ આઈલેન્ડ યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે. તેમણે વાઘ બકરીના માર્કેટિંગ, વેચાણ અને નિકાસ વિભાગનું પણ ધ્યાન રાખ્યું હતું. આ ઉપરાંત તેઓ ટી ટેસ્ટર એક્સપર્ટ પણ હતા. પરાગ દેસાઈ અન્ય સંસ્થાઓની સાથે ભારતીય ઉદ્યોગ સંઘ (CII)નો પણ એક ભાગ હતા. (Who is Parag Desai) પરાગ દેસાઈ 1995માં બિઝનેસમાં જોડાયા, જ્યારે Wagh Bakri tea કંપનીની કિંમત 100 કરોડ રૂપિયાથી ઓછી હતી.
Wagh Bakri tea : કંપનીનું ટર્નઓવર શું છે?
Wagh Bakri tea તેની પ્રીમિયમ ચા માટે પ્રખ્યાત છે. આ ગુજરાત સ્થિત કંપની છે. કંપની 1892 થી અસ્તિત્વમાં છે. કંપનીનું ટર્નઓવર રૂપિયા 2,000 કરોડથી વધુ છે. Wagh Bakri tea ચાનું વિતરણ લગભગ 50 મિલિયન કિલોગ્રામ છે. કંપની ભારતના 24 રાજ્યોમાં હાજર છે, અને લગભગ 60 દેશોમાં નિકાસ કરે છે. (Who is Parag Desai)












Click it and Unblock the Notifications
