જાણો : વાઇબ્રન્ટ ગુજરાતના સમાપનમાં ગુજરાતના કોણે કેવા વખાણ કર્યા?
ગાંધીનગર, 12 જાન્યુઆરી : ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2015ના સમાપન સમારંભમાં રાજનેતાઓ, બિઝનેસમેન અને અન્ય પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
આ સમારંભમાં સૌએ પોતાના દેશ અને કંપનીની વાત કરી હતી. રોકાણની વાત કરી હતી. જો કે આ સાથે તેમણે ગુજરાતના પણ વખાણ કર્યા હતા. આગળ ક્લિક કરીને જાણો કોણે ગુજરાતના કેવા વખાણ કર્યા?

રાણા કપૂર - ફાઉન્ડર એન્ડ સીઇઓ, યસ બેંક
આપણા દેશમાં આટલી મોટી સંખ્યામાં એક જ સમયે આટલી મહત્વની હસ્તીઓ ઉપસ્થિત રહી હોય તેવું અત્યાર સુધી બન્યું નથી. ગઇકાલે વડાપ્રધાને ડેમોક્રસીની વાત કરી તેમાં હું ડેડિકેશન, ડિટર્મિનેશન અને ડાયહાર્ટ ડેડિકેશનને પણ ઉમેરવા માંગું છું. આ આયોજનથી બિઝનેસ કોન્ફિડન્સમાં વધારો થશે અને નવા વર્ષની પોઝિટિવ શરૂઆત થશે. મે 2014માં નવી સરકાર આવતા જ બિઝનેસમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. અમે ગુજરાતમાં ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવવા માંગીએ છીએ.

ગૌતમ અદાણી - ચેરમેન, અદાણી ગ્રુપ
છેલ્લા બે દિવસ જ્ઞાન અને પ્રોત્સાહનના રહ્યા. મને વાઇબ્રન્ટ ગુજરાત સમિટને વર્ષ 2003માં તેના પ્રારંભથી તેની સાથે જોડાયાનો આનંદ છે. વર્ષો વર્ષ તે નવા આયામો સ્થાપતું જાય છે. આ એવું પ્લેટફોર્મ છે જે ગ્લોબલ ઇશ્યુને ચર્ચે છે અને તેના ઉકેલ લાવે છે. વડાપ્રધાન માત્ર ઇન્ક્યુબેટર નથી, તેઓ સ્પાર્ક છે જે દેશની ગાડીને વિકાસના પાટા પર આગળ લઇ જઇ રહ્યા છે. ગુજરાતની ત્રાડ એટલે ગુજરાતનું ડેવલપમેન્ટ મોડેલ, જે દેશ માટે પથદર્શક બનશે.

પેટ્રિક બ્રાઉન, મેમ્બર ઓફ પાર્લિઆમેન્ટ, કેનેડા
ગુજરાતમાં આ વખતે મારી 9મી અને ભારતમાં 15મી મુલાકાત છે. એટલા માટે ગુજરાતમાં આવવું એ હોમ કમિંગ જેવું છે. ભાજપે દેશમાં બહુમતી મેળવી તે આનંદની વાત છે. અમારી કંપનીઓ ભારત અને ગુજરાતના ઉદ્યોગપતિઓ સાથે બિઝનેસ વિકસાવવા માંગે છે. અમે ગુજરાત અને ભારત સાથે વધારે બિઝનેસ કરવા માંગીએ છીએ. કેનેડા 2011થી પાર્ટનર કન્ટ્રી બનતું આવ્યું છે. વાઇબ્ર્ન્ટ ગુજરાત માત્ર જોબ્સ માટે ઇન્ક્યુબેટર નથી પણ તે ગ્રેટ બિઝનેસ આઇડિયા માટે પણ ઇનક્યુબેટર છે.

થોમસ વાજદા, યુએસ કાઉન્સિલ જર્નલ
અમે 1 બિલિયન ડોલરના રોકાણ સાથે મોટર ફેક્ટરી શરૂ કરવા માંગીએ છીએ. અમે ભારત સાથેના પાર્ટનરશિપ માટે અમારી ઉત્સુકતા દર્શાવવા સાથે અમેરિકામાં બિઝનેસની તકો અંગે પણ રજૂઆત કરી છે. પ્રસિડેન્ટ બરાક ઓબામા ભારત આવવાના છે ત્યારે મોડલ ચલંગે સાથ સાથ અંગે કામ કરીશું.

અજિત સેઠ, કેબિનેટ સેક્રેટરી, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા
ગાંધી કુટિરમાં જે પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે અસરદાર કામનું આ ઉદાહરણ છે. આ સમિટ દ્વારા ભારતમાં બિઝનેસ કરવાનું વધારે સરળ બનાવવામાં આવે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન સતત બિઝનેસ માટેના સારા વાતાવરણ તૈયાર કરવા પર ભાર આપતા આવ્યા છે. મેક ઇન ઇન્ડિયા ઇનિશિએટિવને સફળ બનાવવા માટે કામ થઇ રહ્યું છે.

સાયરસ મિસ્ત્રી, ચેરમેન, તાતા ગ્રુપ
આ દ્વિવાર્ષિક સમિટ વર્ષોવર્ષ વધુ મજબૂત અને શક્તિશાળી બનતી જાય છે. ગુજરાતમાં અમારો વિકાસ આ ત્રણ બાબતોને આધારિત છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ, ગુજરાત સરકારની પ્રતિક્રિયા આપવાની ઝડપ અને ગુજરાતમાં મળતું સ્કીલ્ડ મેનપાવર. અમે પણ ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટમાં માનીએ છીએ અને તેના પગલે આગળ વધી રહ્યા છીએ. અમે ભવિષ્યમાં પણ ગુજરાતમાં રોકાણ કરતા રહીશું.

રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન
ગુજરાતના નરેન્દ્ર મોદીએ પોલિટિકલ ઇડિયમ અને ડિસ્કલોઝ બદલી નાખ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતનું આ રિફલેક્શન વાઇબ્રન્ટ ઇન્ડિયામાં જોવા મળશે. ગુજરાત મોડલની સાથે હવે ગુડ ગવર્નન્સ અને ડેવલપમેન્ટની પણ વાત થશે. અહીં માસ પ્લાનિંગ અને ક્વીક ડિસ્કશન અને ડિસિઝન ગુજરાતની સફળતાના કારણો છો. અહીં ઉદ્યોગસાહસિકતા છે. ગુજરાત અવસરોની ધરતી જ નહીં, પણ મધર ઓફ ઓપોર્ચ્યુનિટીઝ છે. ભારતમાં હવે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને બદલે ફ્રેન્ડલી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવવા લાગ્યા છે.