For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનો નાથ કોણ બનશે? રૂપાણી કે ઇરાની

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ. ભાજપને બહુમતી પણ મળી ગઇ પણ હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તે પર નવો સવાલ ઊભો થયો છે. જાણો આ ખબર અંગે વધુ અહીં

By Chaitali
|
Google Oneindia Gujarati News

સોમવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા. ભાજપના 99 બેઠકથી ખુશ થવાનો વારો આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવ્યો છે. ત્યારે જેવું ભાજપને બહુમતી મળી તેવી જ ગુજરાતના આવનારા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા અમિત શાહે જ કહ્યું હતું કે અમે મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ ભાઇ સાથે આ ચૂંટણી લડીશું. અને ચૂંટણી પછી રૂપાણી જ ગુજરાતના મુખ્યમંત્રી બનશે. જો કે 150 સીટોની આશ લગાવીને બેઠેલી ભાજપે જ્યારે ગુજરાતમાં જ્યારે 100 બેઠકો પણ ના મળી જ્યારે ગુજરાતના રાજનૈતિક સમીકરણો બદલાઇ ગયા. વિજય રૂપાણીને જ્યારે સોમવારે તે પુછવામાં આવ્યું કે તમે શપથગ્રહણ ક્યારે કરશો ત્યારે તેમણે કહ્યું કે મુખ્યમંત્રી કોણ બનશે તે તો હાઇકમાન્ડ નક્કી કરશે. આમ કહીને આડકતરી રીતે તેમણે એ સ્પષ્ટ કરી દીધું કે ઓછી સીટો મળવાથી ગુજરાતમાં સત્તા પરિર્વતન પણ થઇ શકે છે.

Gujarat

ઉલ્લેખનીય છે કે હાલ તો આ પદમાં વિજય રૂપાણી સમેત સ્મૃતિ ઇરાનીનું નામ સૌથી આગળ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પણ સ્મૃતિ ઇરાનીનું નામ મુખ્યમંત્રી પદ માટે ચર્ચાામાં રહ્યું હતું. જો કે બીજી તરફ સ્મૃતિ ઇરાનીએ સ્પષ્ટતા આપી છે કે તે ગુજરાતના મુખ્યમંત્રી નથી બની રહ્યા અને આ એક ખોટી અફવાથી વિશેષ કંઇ નથી. તેમ છતાં 2019માં ફરીથી ચૂંટણી આવી રહી છે અને તે પહેલા પાટીદાર અનામત આંદોલન જેવા વિવાદો સમેત સબળ વિપક્ષની સામે ટકી રહેવા ભાજપને એક કદાવર નેતાની હાલ તાતી જરૂરિયાત ઊભી થઇ છે. ત્યારે ગુજરાતમાં કોણ મુખ્યમંત્રી બનશે તે સવાલ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

English summary
Who will became Gujarat New Chief Minister? Read here the possibility on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X