જેટ એરવેઝ ફ્લાઇટને હાઇજેકની ધમકી કોણે અને કેમ આપી હતી?

Written By:
Subscribe to Oneindia News

મુંબઇથી દિલ્હી જતી જેટ એરવેઝની ફ્લાઇટ સોમવારે વહેલી સવારે અમદાવાદ ઉતારવામાં આવી હતી. ફ્લાઇટ હાઇજેક થવાની આશંકા હેઠળ સુરક્ષના કારણોસર આ ફ્લાઇટ અમદાવાદ ઉતારવામાં આવી હતી. પ્રાપ્ત મહિતી અનુસાર, એર હોસ્ટેસને વોશરૂમમાંથી એક પત્ર મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે, ફ્લાઇટમાં વિસ્ફોટક પદાર્થ છે તથા ફ્લાઇટ હાઇજેક કરવામાં આવશે. આ પત્રને આધારે ફ્લાઇટ તાત્કાલિક અમદાવાદમાં લેન્ડ કરવામાં આવી હતી. જો કે, તપાસમાં આવી કોઇ શંકાસ્પદ વસ્તુ વિમાનમાંથી મળી નહોતી.

Jet Arways

પોલીસ દ્વારા આ ખોટી ધમકીભર્યો પત્ર લખનારની અટકાયત કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી. ધ હિંદુ અનુસાર, એ વ્યક્તિનું નામ સલ્લા બિરજુ હોવાનું જાણવા મળ્યું છે. એર હોસ્ટેસને ધમકીભર્યો પત્ર મળ્યો એ પહેલાં વોશરૂમ વાપરનાર એ એકમાત્ર વ્યક્તિ હતો અન તેણે જેટ એરવેઝની કામગીરી અસ્ત-વ્યસ્ત કરવા માટે આમ કર્યું હોવાની વાત પૂછપરછમાં સ્વીકારી હતી. પત્ર લખનારની ઓળખાણ થઇ છે, એ વાતની જાણ થતાં જ કેન્દ્રિય સિવિલ એવિએશન મંત્રી અશોક ગજાપતિ રાજુએ ટ્વીટ કરી લખ્યું હતું કે, હું એ વ્યક્તિને નો-ફ્લાય લિસ્ટમાં મુકવાનું સૂચન કરું છું.

English summary
Who wrote the hijack threat letter to jet airways Mumbai to Delhi flight and why? Read all the details here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.