મોદીનો આટલો જાદૂ હોવાછતાં તેમના પાંચ મંત્રી કેમ હાર્યા?

જો કે ગુજરાતમાં ભાજપની મતદાનની ટકાવારીમાં વધારો થયો છે પરંતુ સીટો આશા અને અનુમાનો અનુસાર મળી શકી નથી, આ ચુંટણીમાં કોંગ્રેસ ફાયદામાં રહી છે. તેની સીટોમાં વધારો થયો છે પરંતુ મતદાનની ટકાવારી લગભગ ગત ચુંટણી જેટલી જ છે. ગુજરાતની ચુંટણીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હેટ્રીકથી રાષ્ટ્રીય રાજકારણમાં નવા સમીકરણો બની શકે છે.
લાંબા સમયથી તેમને વડાપ્રધાન પદના દાવેદાર બનાવવાની માંગને ફરી એકવાર જોર પકડી શકે છે. સંભાવનાઓ એ પણ છે કે ભાજપ તેમને વડાપ્રધાન પદના દાવેદાર ભલે ના બનાવે પણ શક્ય છે કે તેમના નેતૃત્વમાં આગામી લોકસભાની ચુંટણી લડી શકે. જો કે નરેન્દ્ર મોદીના સમર્થનમાં એક વાત સૌથી મહત્વપુર્ણ છે કે કેશુભાઇ પટેલ બાગી હોવાછતાં તે સત્તા પર કબજો ધરાવે છે. આ સાથે જ પરોક્ષ રીતે સંધ પરિવારનો સાથ તેમને મળી રહ્યો નથી. આ ચુંટણીના પરિણામો બાદ ભજપના પૂવ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું રાજકીય ભવિષ્ય દાવ પર લાગી ગયું છે. તેમને જે આશા સાથે જીપીપી રચના કરી હતી તેના કરતાં વિરોધાભાષી પરિણામો આવ્યાં છે.












Click it and Unblock the Notifications
