For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રાહ્મણ ઉમેદવારોને ટીકિટ નહીં આપનાર પાર્ટીને હરાવીશું : બ્રહ્મસમાજ

|
Google Oneindia Gujarati News

bjp-congress
અમદાવાદ, 5 નવેમ્બર : અમદાવાદમાં રવિવાર, 4 નવેમ્બર, 2012ના રોજ મળેલી બ્રહ્મસમાજની બેઠકમાં રાજકીય પક્ષો દ્વારા બ્રહ્મસમાજની કરવામાં આવતી ઉપેક્ષા સામે નિર્ણય કરવામાં આવ્યો છે કે ગુજરાતના મુખ્ય ત્રણ પક્ષો ભાજપ, કોંગ્રેસ અને પરિવર્તન પાર્ટી જો 15 થી ઓછા બ્રાહ્મણ ઉમેદવાર પસંદ કરે તો દરેક પક્ષના નેતા સામે બ્રહ્મસમાજનો ઉમેદવાર ઉભો રાખી નેતાઓને પરાજીત કરવા તમામ શક્તિ કામે લગાડવી.

બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ને ધ્યાનમાં રાખીને આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં ૫૦ બેઠકો પર બ્રહ્મસમાજ પ્રભાવશાળી ફેક્ટર છે. ગુજરાતમાં ૧૮૨ પૈકી ૧૩૨ બેઠકો પર બ્રાહ્મણ મતદારો અસરકારક પરિબળ છે. જ્યારે ૫૦ બેઠકો એવી છે જેમાં ૨૦ હજારથી વધુ બ્રાહ્મણ મતદારો છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક મણીનગરમાં ૫૯૫૦૦ બ્રાહ્મણ મતો છે.

ગુજરાતમાં બ્રાહ્મણસમાજ અસંગઠિત હોવાના કારણે રાજકીય પક્ષો બ્રાહ્મણ મતને નજરઅંદાજ કરી પક્ષમાં સ્થાન કે ટિકિટ ફાળવણીમાં ધ્યાને લેતા નથી. બદલાયેલા સંજોગોમાં હવે બ્રહ્મસમાજ એક થઈને રાજકીય અવગણના સામે લાલ આંખ કરશે.

English summary
Will defeate parties who do not give tickets brahmin : Brahmsamaj.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X