• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં થશે મોટું પરિવર્તન? જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી રેકોર્ડબ્રેક જીતનો દાવો કરી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું છે કે, ગુજરાતમાં અમારી સીધી સ્પર્ધા કોઇ સાથે નથી. ગુજરાતમાં અમે એકવાર ફરીથી મોટી જીત સાથે સરકાર બનાવીને જૂના તમામ રેકોર્ડ તોડીશું.

જોકે આ દાવામાં કોઇ સચ્ચાઇ છે કે, ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા પોકળ દાવા છે. એક તરફ આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણીમાં જીતનો દાવો કરી રહી છે. આ સાથે કોંગ્રેસ પણ જીત સાથે સત્તા પર પરત ફરવાની આશા વ્યક્ત કરી રહી છે.

લોકો સાથે વડાપ્રધાન મોદીનું જોડાણ

લોકો સાથે વડાપ્રધાન મોદીનું જોડાણ

ગુજરાતમાં ચૂંટણી પ્રચારની વાત કરીએ તો, ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દમ પર જીતની આશા રાખવામાં આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસ તરફથી પ્રથમવાર રાહુલ ગાંધી હવે પ્રચાર માટે ગુજરાત પહોંચ્યા છે.

બીજી તરફ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી માટે પ્રચારમાં કોઇ કસર છોડી નથી. આ ત્રણેય નેતાઓની રસપ્રદ વાત એ છે કે, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ હિન્દીમાં વાત કરે છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતીમાં વાત કરે છે અને લોકો સાથે ભાવનાત્મક જોડાણ બનાવવાનો પ્રયાસ કરે છે.

આવી સ્થિતિમાં ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન મોદી જે ભાષામાં લોકો સાથે વાતચીત કરે છે, તેની અસર રેલીઓમાં જોવા મળી રહી છે.

કામ અને ગુજરાત વિશે વાત કરે છે વડાપ્રધાન મોદી

કામ અને ગુજરાત વિશે વાત કરે છે વડાપ્રધાન મોદી

ગુજરાતની ચૂંટણી રેલીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 80 ટકા વાતચીત તેમના કામ અને ગુજરાત વિશે રાખે છે. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે, તેથી જ તેઓ રાજ્યમાં બનેલી યોજનાઓનો ઉલ્લેખ કરે છે.

વિવિધ વિસ્તારો માટે બનાવેલી યોજનાઓની વાત કરીએ. કેન્દ્ર સરકારમાં આવ્યા બાદ તેમણે ગુજરાત માટે બનાવેલી યોજનાઓ વિશે પણ તેમને વાત કરે છે.

વડાપ્રધાન મોદી કોંગ્રેસ પર સાધે છે નિશાના

વડાપ્રધાન મોદી કોંગ્રેસ પર સાધે છે નિશાના

પોતાની રેલીઓમાં વડાપ્રધાન મોદીએ તેમના પર થતા રાજકીય હુમલાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તેઓ રેલીઓમાં મુખ્યત્વે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધે છે. વડાપ્રધાન મોદીએ મધુસૂદન મિસ્ત્રીના સ્ટેટસ ઓફ સ્ટેટમેન્ટ, મોતના સોદાગર, નીચ નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો.

આ નિવેદનો દ્વારા વડાપ્રધાન લોકોને ભાવનાત્મક અપીલ કરતા જોવા મળે છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પરિવારથી ઉપર કંઈ જોઈ શકતી નથી, આ પાર્ટી માત્ર પરિવારની વાત કરે છે.

આમ આદમી પાર્ટીની કરે છે અવગણના

આમ આદમી પાર્ટીની કરે છે અવગણના

વડાપ્રધાન મોદી રેલીઓમાં આમ આદમી પાર્ટીનો સીધો ઉલ્લેખ કરતા નથી. તેમણે એકવાર નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દિલ્હીના લોકો આવે છે અને તમને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે, તેમનાથી ગેરમાર્ગે ન દોરાતા, પરંતુ આ દરમિયાન તેમણે આમ આદમી પાર્ટી અને તેના નેતાઓનું સીધું નામ કે કોઇ ઉલ્લેખ કર્યો નથી.

આવી સ્થિતિમાં સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીને પોતાનો પ્રતિદંદ્વી નથી માનતી. ભાજપ માને છે કે, અમારે કોઈની સાથે સીધી સ્પર્ધા નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે કોંગ્રેસને સ્પર્ધક ગણે છે.

આપમાં સંગઠનનો અભાવ

આપમાં સંગઠનનો અભાવ

શું ખરેખર આમ આદમી પાર્ટી રાજ્યમાં ક્યાંય અસ્તિત્વ ધરાવે છે? જો આપણે આનું વિશ્લેષણ કરીએ તો, આમ આદમી પાર્ટીએ ચોક્કસપણે મીડિયા અને સોશિયલ મીડિયા પર તેની હાજરી નોંધાવી છે.

ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે માને છે કે, કોંગ્રેસ સાથે તેમની કોઈ સ્પર્ધા નથી, પરંતુ તેઓ સ્વીકારે છે કે, કોંગ્રેસ જૂની પાર્ટી છે, ભલે તેની પાસે પ્લેટફોર્ટ ન હોય, પરંતુ જમીન પર તેનું સંગઠન છે.

જ્યારે આમ આદમી પાર્ટી પાસે સંગઠન નથી, તેઓ માત્ર હવામાં વાતો કરે છે. ભાજપની દલીલ છે કે, અમારી પાસે સંગઠન છે, નેતા છે, લોકો અને માહોલ છે, તેથી અમે તેનો અમલ કરીને ચૂંટણી જીતીશું.

રાજ્યમાં પટેલ ફેક્ટરની અસર

રાજ્યમાં પટેલ ફેક્ટરની અસર

ગોપાલ ઈટાલિયા અને હાર્દિક પટેલ બંને અગાઉ કોંગ્રેસમાં હતા અને એકબીજા સાથે સ્ટેજ શેર કરતા હતા, પરંતુ બંને નેતાઓ હવે અલગ-અલગ પાર્ટીમાં છે. હાર્દિક પટેલ એક તરફ ભાજપ સાથે છે, તો ગોપાલ ઈટાલીયા AAP સાથે છે.

બંને નેતાઓ પટેલ સમાજમાંથી આવે છે. આવી સ્થિતિમાં પટેલ ફેક્ટરના કારણે ગોપાલ ઈટાલિયાની આમ આદમી પાર્ટી ચોક્કસ કેટલીક બેઠકો જીતી શકે છે, પરંતુ તે રાજ્યમાં કોઈ મોટો ફેરફાર કરી શકે છે કે, કેમ? તે જોવાનું રહેશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોમિનેશન 14 નવેમ્બર સુધી ભરવામાં આવ્યું હતું.

15 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી અને 17 નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબ્બાકાનું મતદાન થશે.

આવી જ રીતે બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. 17 નવેમ્બર સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બરના રોજ થઈ હતી.

આવા સમયે સમયે નામો પાછા ખેંચવા માટે 20 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે બંને તબક્કાની મત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.

English summary
Will there be a big change in Gujarat Assembly Election 2022? Know the ground report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X