For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election: વડોદરાઃ લોકશાહીના ચેતનાના ધબકારે હૃદય હુમલાની સારવાર લેતા વિજયભાઈ પવારે કર્યું મતદા

શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલના મતદાન મથકના પરિસરમાં અચાનક આવીને ઉભી રહેલી એમ્બ્યુલન્સે હાજર મતદારોનું ધ્યાન ખેંચ્યું. એમ્બ્યુલન્સમાંથી પહેલા તો નર્સિંગ સ્ટાફ ઉતર્યો અને પછી ઉતર્યા ૫૬ વર્ષીય વિજયભાઈ પવાર. એ

|
Google Oneindia Gujarati News

શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલના મતદાન મથકના પરિસરમાં અચાનક આવીને ઉભી રહેલી એમ્બ્યુલન્સે હાજર મતદારોનું ધ્યાન ખેંચ્યું. એમ્બ્યુલન્સમાંથી પહેલા તો નર્સિંગ સ્ટાફ ઉતર્યો અને પછી ઉતર્યા ૫૬ વર્ષીય વિજયભાઈ પવાર. એમ્બ્યુલન્સ અહીં કેમ ? એ સવાલ સૌ કોઈને મૂંઝવતો હતો. પરંતુ લોકશાહીની ચેતનાના ધબકારે હૃદય રોગના હુમલાની સારવાર લેતા વિજયભાઈએ જ્યારે મતદાન કર્યું, ત્યારે હાજર સૌ કોઈને એક મત અને પોતાના કિંમતી તથા પવિત્ર મતની કિંમત સમજાઈ.

ELECTION

વિજયભાઈ પવારને ૪ દિવસ પહેલા હૃદય રોગના હુમલો આવતા, તેમને તાત્કાલિક બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારબાદ તેઓને એન્જીયોપ્લાસ્ટી નામની સર્જરી પણ કરવામાં આવી. હાર્ટ એટેક બાદ ઓપરેશનના ફક્ત ૩ દિવસ બાદ મતદાન હોવાથી, તેમણે શારીરિક અસમર્થતાને અવગણીને અને હિંમત દાખવીને અત્યંત નાજુક સ્થિતિમાં પણ મતદાન કરવાની મક્કમતા પણ અડગ રહ્યા અને પોતાની નૈતિક ફરજ ન ચૂક્યા.
વડોદરાઃ હરણી સ્થિત મોરારાજી દેસાઈ ઈન્સ્ટીટ્યુટ મતદાન મથકના મતદારોમાં મતદાનના ઉત્સાહ સાથે કુતૂહલતા !

મહત્તમ મતદાન તેમજ વિવિધ વર્ગોના મતદારોને પ્રેરિત તથા સુવિધા આપવા માટે ભારતીય ચૂંટણી પંચે અલગ-અલગ પ્રકારના વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કર્યાં હતા. જેમાં આદર્શ મતદાન મથક, દિવ્યાંગો સંચાલિત પોલીંગ સ્ટેશન, સખી મતદાન મથક, ઈકો ફ્રેન્ડલી મતદાન મથક, યુવા મતદારો સંચાલિત મતદાન મથક વગેરેનો સમાવેશ થાય છે. ત્યારે વડોદરાના હરણી વિસ્તારમાં શ્રી મોરારજી દેસાઈ ઈન્સ્ટીટ્યુટ ઓફ નેચરોપેથી એન્ડ યોગીક સાયન્સ મતદાન મથક ખાતે આવેલું આદર્શ મતદાન મથક અને સખી મતદાન મથક મતદારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

આ સખી મતદાન મથકમાં પ્રિસાઈડીંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર સહિતના પોલીંગ સ્ટાફે ગુલાબી રંગનો ડ્રેસ કોડ રાખ્યો હતો. સાથે જ મતદાન મથકને ગુલાબી રંગના દુપટ્ટા અને સાડીઓથી શણગારવામાં આવ્યો હતો. આ ઉપરાંત દિવાલ પર વીરાંગનાઓ અને મહિલા શક્તિની વંદના કરતા ચિત્રો દોરવામાં આવ્યા હતા. સખી મતદાન મથક પર આવા આકર્ષક દ્રશ્યોથી મતદારો કુતૂહલ સાથે અભિભૂત પણ થઈ ગયા હતા.

હરણીનું આ આદર્શ મતદાન મથક એવું હતું કે જ્યાં મતદારોનો ઉત્સાહ તો જળવાઈ જ રહ્યો, સાથે મળી વી.આઈ.પી. સુવિધા અને સજાવટ પણ. અહીં પ્રતિક્ષા કરતા મતદારો માટે બેઠક વ્યવસ્થા હતી, અને ૮૦+ વડીલ મતદારો માટે એકદમ આરામદાયક બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વળી, મતદાન મથકની અંદર જાવ તો, દિવાલો પર ગુજરાતની કલા, સંસ્કૃતિ, વારસા અને અસ્મિતાની ઓળખ આપતા ચિત્રોનું પ્રદર્શન મતદારોને ગૌરવાન્વિત કરતા હતા.

વડોદરાઃ વડોદરાના સ્વરાંજલિ જૂથની 50 વર્ષથી વધુની ડાયનેમિક મહિલાઓએ ભાવિ ભારત માટે પોતાનો મત આપ્યો. મહિલાઓ મતદાનની જાગૃતિ માટે એક ખાસ ગીત પણ કંપોઝ કરે છે અને લોકોને તેમની પોતાની કર્ણપ્રિય રીતે તેમની જવાબદારી નિરંતર નિભાવવા વિનંતી કરે છે

ખેડાઃ
નડિયાદના સાહસી દિવ્યાંગ અંકિત સોનીએ પગથી મતદાન કરી લોકશાહીના પર્વને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો; નડિયાદ શહેરના તેમજ સમગ્ર ગુજરાત રાજ્યની મતદાન પ્રક્રિયા માટે ગૌરવ વધાર્યું છે.

દાહોદ:
80 વર્ષના લુંજીબેનને ગાડીમાં મતદાન મથકે લઇ જઇ મતદાન કરાવીને ફરીથી ઘરે મુકી જતી દિવ્યાંગ મતદાર માટે સુવિધા કેન્દ્રની ટીમ

દાહોદ જિલ્લામાં સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અહીંના દિવ્યાંગ મતદારો માટે સુવિધા કેન્દ્ર ઉપર જિંદગીના ૮૦ થી વધુ દાયકા જોઈ લીધા હોય એવા વૃદ્ધ મહિલાનો ફોન આવ્યો કે તેને નજીકમાં આવેલા મતદાન મથકે જવા સહાયની જરૂર છે. ફોન આવતાની સાથે જ આસીસ્ટન્ટ નોડલ ફોર પીડબ્લયુડી શ્રી આર.પી. ખાંટાની ટીમ સેવા સદનથી ગાડી લઇને ગરબાડાના અભલોડ ગામ ખાતે ઉપડી ગઇ અને ૮૦ વર્ષથી વધુના લુંજીબેન ભાભોરના ઘરે પહોંચી.

લુંજીબેનને તેમના ઘરેથી મતદાન મથક અને મતદાન મથકે મતદાન કરાવીને વ્હીલચેરની મદદથી ઘર સુધી પહોંચાડયા. સુરક્ષા દળના જવાનો પણ લુંજીબેનની મદદે દોડી ગયા હતા અને તેમને મતદાન કરવામાં મદદ કરી હતી. લુંજીબેને આ ઉંમરે આટલી સુવિધા સાથે મતદાન કરવા મળ્યું એટલા માટે સૌને આર્શીવાદ આપ્યા હતા. દિવ્યાંગ મતદારો માટે સુવિધા કેન્દ્રની ટીમે આજે ઘણાં સીનીયર સિટીઝન, અશક્ત મતદારોની મદદ કરી હતી.

વૃદ્ધ- દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે એ માટે જિલ્લાના તમામ મતદાન મથકોને ગ્રાઉન્ડ ફલોર ઉપર રખાયા છે. તેમજ મતદાન મથકો ખાતે વ્હીલચેર સહિતની તમામ સુવિધાઓ અપાઇ રહી છે. જિલ્લા ચૂંટણી તંત્ર એ વાતની ખાસ ચીવટ રાખી રહ્યું છે કે એક પણ મતદાતા મતદાન ચૂકે નહીં.

પાટણ:-લોકશાહીનો 'અવસર' :- મત માટે લોકો એકમત: મતદાનમાં જોવા મળી વિવિધતામાં એકતા
ગુજરાત રાજ્યની કોમી એકતાના ઉદાહરણ દુનિયાભરમાં આપવામાં આવે છે. ગુજરાતીઓ દરેક તહેવાર સાથે મળીને ઉજવે છે તો પછી લોકશાહીનો આ તહેવાર સાથે ન ઉજવે એવું બને જ નઈ. લોકશાહીના અવસરમાં આ જ કોમી એકતાનું ઉદાહરણ પૂરુ પાડતી તસવીરો પાટણ જિલ્લામાં જોવા મળી છે. પાટણ જિલ્લાની ચાર વિધાનસભા પર લોકો સવારથી જ મતદાન કરવા માટે ઉમટ્યા છે. એવામાં દરેક ધર્મ-જાતિ તેમજ લિંગનો ભેદભાવ ભૂલી લોકો વોટ કરી રહ્યાં છે. વોટ કર્યા બાદ તસવીરો-સેલ્ફી લઈ રહ્યા છે.

પાટણમાં જે લોકો વ્યવસાયના અર્થે પાટણ જિલ્લાની બહાર વસવાટ કરી રહ્યા છે તેઓ પણ આજનો દિવસ ભૂલ્યા વગર અચુક મતદાન કરવા માટે પોતાના વતન આવ્યા છે. પાટણ જિલ્લામાં વિવિધતામાં એકતા દેખાઈ રહી છે. તમામ જાતિ અને ધર્મનાં લોકો એકસાથે મળીને વોટ કરી રહ્યાં છે. ચૂંટણીનાં અવસરમાં કોમી એકતા અને દેશની વિવિધતામાં એકતાનાં ઉત્તમ ઉદાહરણો દ્રશ્યમાન થઈ રહ્યા છે . વહેલી સવારથી જ પાટણ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે.

English summary
Women above 50 cast their vote in Vadodara
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X