રાજકોટઃ ચાર પુત્રી સાથે માતાનું અગ્નિસ્નાન, 3નાં મોત

મળેલી માહિતી અનુસાર, ચાર પુત્રીઓ સાથે અગ્નિસ્નાન કરનાર મહિલાએ જણાવ્યું છે કે તેના પતિ દ્વારા અવાર-નવાર ત્રાસ ગુજારવામાં આવતો હતો અને આ ત્રાસથી કંટાળીને તેણે આ દુઃખદ પગલું ભર્યું છે. મહિલાના પિતાએ પણ એવું નિવેદન આપ્યું છે કે તેના જમાઇ દ્વારા તેની દિકરી પર ત્રાસ ગુજારવામાં આવતો હતો.
બીજી તરફ મહિલાના પતિએ એવું નિવેદન આપ્યું છે કે, ચાર પુત્રીઓ અને મહિલાને વિજ કરન્ટ લાગ્યો છે. તમામના અલગ-અલગ નિવેદનથી બનાવની સાચી હકિકત બહાર આવી રહી નથી. પોલીસે ઘટતી તપાસ પ્રક્રિયા હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
