અહીંની 50 ટકા વસ્તી દારૂના નશામાં, 10-12 વર્ષના બાળકો ગાંજો પીવે છે
દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂ પીવાના અને વેચવાના કેસ સામે આવી રહ્યા છે. કેટલાક શહેરોમાં, યુવાનો દ્વારા ડ્રગ્સની સપ્લાઈ અને મહિલાઓ દ્વારા ગાંજો વેચવામાં આવી રહ્યો છે.
દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂ પીવાના અને વેચવાના કેસ સામે આવી રહ્યા છે. કેટલાક શહેરોમાં, યુવાનો દ્વારા ડ્રગ્સની સપ્લાઈ અને મહિલાઓ દ્વારા ગાંજો વેચવામાં આવી રહ્યો છે. આવામાં બાળકોને નશા અને ધૂમ્રપાનના વ્યસનથી દૂર રાખવા માટે અમદાવાદની બાવરી કોલોનીમાં કેટલીક મહિલાઓએ એકજુથ થઈને તેમનો અવાજ બુલંદ કર્યો છે. સ્ત્રીઓ કહે છે કે તેઓ નશો કરનારા અને દારૂ પીનારાઓથી પરેશાન છે. આવી વસ્તુઓએ કુટુંબોના જીવનનો વિનાશ કર્યો છે, તેથી તેઓ તેનો વિરોધ કરશે.

વિરોધ કરી રહેલી એક મહિલાએ કહ્યું, "દારૂ અને ગાંજાનું વ્યસન બાળકોને પણ લાગી ગયું છે. આ કોલોનીના 10 થી 12 વર્ષનાં બાળકો પણ નશો કરવા લાગ્યા છે. આ રીતે, બાળકો અને પુરુષો દિવસ દરમિયાન કમાયેલા રૂપિયા દારૂ, ગાંજો અને ડ્રગ્સમાં ઉડાવી દે છે. એક મહિલા લક્ષ્મીબાઈના પતિ અને પુત્રને વ્યસનની લત લાગી ગઈ હતી. લક્ષ્મીબાઈએ બંનેને નશામાંથી છોડાવવા ખૂબ જ પ્રયાસો કર્યા હતા, પરંતુ સફળતા મળી નહોતી. આખરે લક્ષ્મીબાઇએ તેમના પતિ અને પુત્રને ગુમાવી દીધો. બંને મૃત્યુ પામ્યા છે. લક્ષ્મીબાઇએ નશા સામે વિરોધ કરવાનું શરૂ કર્યું છે જેથી તેના પરિવારમાં જે બન્યું તે અન્ય પરિવારમાં નહીં હોય. લક્ષ્મીબાઈએ અન્ય મહિલાઓને પણ તેમના નશા-વિરોધી ઝુંબેશમાં સામેલ કરી લીધી છે.
આ પણ વાંચો: ગુજરાત: દલિતો પર 4 વર્ષમાં રેપ-હત્યા અને ઘર સળગાવાના કેસો 35% વધ્યા
જાણવા મળ્યું છે કે જ્યારે પણ બાવરી કોલોનીમાં પોલીસની રેડ પડે છે, ત્યારે પોલીસ દારૂ પીનારા લોકોની ધરપકડ કરી અને તેમને જેલમાં પૂરી દે છે, પરંતુ દારૂ વેચનારાઓ પર કોઈ દંડાત્મક કાર્યવાહી થતી નથી. દારૂડિયાઓના પકડાઈ ગયા પછી તેમને છોડાવવા માટે બાવરીના પરિવારોને ખૂબ પૈસા ખર્ચ કરવા પડે છે. આવી સ્થિતિમાં, મહિલાઓએ નક્કી કર્યું છે કે અમારી કોલોનીમાં કોઈ નશો ન હોવો જોઈએ.

એવો અંદાજ છે કે આ વસાહતમાં 50 ટકા લોકો દારૂ અથવા ડ્રગ્સનું સેવન કરે છે. આશ્ચર્યજનક વાત એ છે કે જેઓ ડ્રગ્સના વ્યસની બની ગયા છે તે મોટાભાગે 10 થી 12 વર્ષ વચ્ચેના બાળકો છે. બાળકોને નશાથી બચાવવા આ મહિલાઓએ આગેવાની લીધી છે.












Click it and Unblock the Notifications
